News of Sunday, 22nd December 2024
ગુજરાતમાં વ્યાજખોરોનો આતંકઃ હિંમતનગરમાં વ્યાજખોરોએ વ્યાજના પૈસા ન મળતા ૭ વર્ષીય સગીરાને રાજસ્થાનમાં વેચી મારી
સાબર ડેરી નજીક ઝુંપડપટ્ટી વિસ્તારમાં રહેતા શ્રમિક પરિવારની લેતીદેતી મામલે બાળકીને ઉઠાવી ગયા અને ત્યારબા માં બાળકીને ત્રણ લાખ રૂપિયામાં વેચી દેવાના મામલે પોલીસ ફરિયાદ નોંધાવી

અમદાવાદઃ ગુજરાતમાં વ્યાજખોરોનો આતંક દિનપ્રતિદિન વધી રહ્યો છે. ત્યારે વ્યાજખોરો નાણા વસૂલી માટે કોઈપણ હદ સુધી જવા માટે તૈયાર થઇ જાય છે. આવી જ એક ઘટના સાબરકાંઠાના હિંમતનગરમાં પ્રકાશમાં આવી છે. વ્યાજના નાણા ચૂકવી ન શકતા દીકરીને ઉઠાવી ગયા અને 3 લાખમાં વેચી દીધી હતી. આ મામલે પરિવારે પોલીસ ફરિયાદ નોંધાવી છે.
સાબર ડેરી નજીક ઝુંપડપટ્ટી વિસ્તારમાં રહેતા શ્રમિક પરિવારની લેતીદેતી મામલે બાળકીને ઉઠાવી ગયા અને ત્યારબા માં બાળકીને ત્રણ લાખ રૂપિયામાં વેચી દેવાના મામલે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. આ ઘટનામાં પોલીસે ત્રણ આરોપીઓની ધરપકડ કરી બાળકીને સહી સલામત લાવવા માટે પ્રયાસો શરૂ કર્યા છે.
મળતી માહિતી પ્રમાણે, હિંમતનગર નજીક આવેલ સાબર ડેરી પાસે ઝૂંપડપટ્ટીમાં રહેતા શ્રમિક પરિવાર દ્વારા મોડાસાના વ્યક્તિ પાસે વ્યાજે નાણાં લીધા હતા અને તેની ઉઘરાણી માટે મારામારી થઈ હતી અને પછી બે શખ્સો સહિત એક મહિલાએ બળજબરીપૂર્વક સાત વર્ષની બાળકીને ઉઠાવી લઈ ગયા હતા. જોકે 60,000 રૂપિયાની લેતી દેતી મામલે લગભગ ત્રણ લાખથી ચાર લાખ રૂપિયા જેટલો હિસાબ બતાવી ઉઘરાણી કરવામાં આવી હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
હિંમતનગર એ-ડિવિઝન પોલીસને જાણ થતાં એક મહિના અગાઉ બનેલી ઘટના બાદ પોલીસે ત્રણેય જણા વિરૂદ્ધ બાળ તસ્કરી કરી હોવાના આક્ષેપ સાથે હિંમતનગર એ-ડિવિઝન પોલીસે બીએનએસ કલમ 137(2), 143(4), 115(2), 351(3), 54 તથા ગુજરાત મનીલેન્ડસ એક્ટ ક.40, 42 મુજબ બાળ તસ્કરી કરનાર વિરૂદ્ધ ફરિયાદ દાખલ કરી હતી. ત્યારબાદ પોલીસે પૈસાના બદલામાં બાળકીને ઉઠાવી જનાર એક મહિલા સહિત ત્રણ આરોપીને ઝડપી લઈને આજે કોર્ટમાં રિમાન્ડ માટે રજૂ કર્યા હતા. ત્રણેય આરોપીને કોર્ટમાં રજૂ કરાતાં 27/12/24 સુધીના 7 દિવસના રિમાન્ડ મંજૂર થયા છે.
ફક્ત 60,000 વ્યાજે લીધા બાદ ચૂકવ્યા છતાં 3 થી 4 લાખ લેવાના બાકી નીકળતા હોવાનું જણાવી મારામારી કરી બાળકીને ઉઠાવી ગયા હતા. તેમજ કોરા કાગળમાં સહી કર્યા બાદ સાત વર્ષની સગીરા રાજસ્થાન તરફ વેચી દીધાનું હાલ તો સામે આવી રહ્યું છે. આ સમગ્ર મામલે પોલીસે પણ તપાસનો શરૂ કર્યો છે અને બાળકીને પાછી લાવવાના પ્રયાસો પણ હાથ ધરાયા છે.
(3:03 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
