<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 22nd December 2024

ગુજરાતમાં આગામી 23 ડિસેમ્બરથી રાજ્યમાં વાદળથછાયું વાતાવરણ સર્જાશેઃ ઠંડી સાથે વરસાદની પણ અસર જોવા મળશેઃ હવામાન વિભાગની આગાહી

આજે અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટ સહિત રાજ્યના તમામ શહેરોનું મહત્તમ અને લઘુત્તમ તાપમાન નોંધાર્યુ

અમદાવાદઃ  ગુજરાતમાં હાલ કડકડતી ઠંડી પડી રહી છે. કેટલાક જિલ્લાઓમાં કોલ્ડવેવની અસર પણ જોવા મળી રહી છે. ત્યારે હવે હવામાન વિભાગે આગામી દિવસોમાં રાજ્યમાં વરસાદની પણ આગાહી કરી છે. આગામી 23 ડિસેમ્બરથી રાજ્યમાં વાદળથછાયું વાતાવરણ જોવા મળી શકે છે. હવામાન વિભાગે 15 જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના વ્યક્ત કરી છે.
હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, 27 ડિસેમ્બરના રોજ કચ્છ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જામનગર, મોરબી, પાટણ, બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર અને નર્મદામાં વરસાદની સંભાવના વ્યક્ત કરી છે. જ્યારે 28 ડિસેમ્બરના રોજ કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ અને દાદરા અને નગર હવેલીમાં વરસાદની સંભાવના વ્યક્ત કરી છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, નલિયામાં સૌથી ઓછું 7.2 ડિગ્રી તાપમાન નોંધાયું છે. આ સાથે વડોદરામાં 17.4 ડિગ્રી, ડીસામાં 16.1, અમરેલીમાં 14.8, રાજકોટમાં 13.0, ભુજમાં 12.4, અમદાવાદમાં 17.6, સુરતમાં 19.2, કંડલા પોર્ટમાં 15.0, ભાવનગરમાં 16.2, દ્વારકામાં 17.4, વેરાવળમાં 16.8 અને ઓખામાં 19.2 ડિગ્રી તાપમાન નોંધાયું છે.

(3:07 PM IST)