News of Sunday, 22nd December 2024
બાળકી સાથે બનેલી ઘટના ખૂબ જ શરમજનક અને નીંદનીય,ગુજરાત સરકારના કોઈપણ મંત્રી દીકરીના પરિવારને મળવા આવ્યા નથી,આ સમય પરિવાર સાથે ઉભા રહેવાનો છે રાજકારણ કરવાનો નહીં,એક વર્ષમાં 169 બાળકો પર આપણા ગુજરાતમાં આવી ઘટના બને છે : વડોદરામાં રાજ્યસભા સાંસદ શક્તિસિંહ દુષ્કર્મ પીડિત બાળકીને મળ્યા
બાળકી હાલ વેન્ટિલેટર પર છે, ડોક્ટરની ટીમ દ્વારા બચાવવાના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે, કોઈ આર્થિક રકમ આનું વળતર ન હોઈ શકે : સરકાર સામે આકરા શબ્દોના પ્રહાર કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ

વડોદરા તા.૨૨
વડોદરાની એસએસજી હોસ્પિટલમાં દાખલ દુષ્કર્મનો ભોગ બનેલી બાળકીને આજે રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલ મળ્યા હતા. બાળકીને મળ્યા બાદ સરકાર સામે તીખા શબ્દોના પ્રહારો કર્યા છે. તેમણે આ સમય પરિવાર સાથે ઉભા રહેવાનો છે રાજકારણ કરવાનો નહીં તેવી વાત મૂકી હતી.
ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના એક ગામમાં બાળકી સાથે નરાધમે દુષ્કર્મ આચરી તેને ગંભીર ઈજા પહોંચાડી હતી. હાલ બાળકીને વધુ સારવાર માટે વડોદરાની સયાજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી છે. જ્યાં તેની હાલત ગંભીર હોવાનું તબીબો જણાવી રહ્યા છે.
અગાઉ ઝારખંડ સરકારના મંત્રી ત્યારબાદ વિધાનસભાના વિરોધ પક્ષના નેતા અને આજરોજ રાજ્યસભાના સાંસદ અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ શક્તિસિંહ ગોહિલે આ બાળકીની મુલાકાત લીધી હતી અને પરિવારને સાંત્વના પાઠવી હતી. રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, બાળકી સાથે બનેલી ઘટના ખૂબ જ શરમજનક અને નીંદનીય છે.
બાળકીના પરિવાર સાથે હું મળ્યો, બાળકી હાલ વેન્ટિલેટર પર છે. ડોક્ટરની ટીમ દ્વારા બચાવવાના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. કોઈ આર્થિક રકમ આનું વળતર ન હોઈ શકે. સરકાર સામે આકરા શબ્દોના પ્રહાર કરતાં જણાવ્યું હતું કે, ગુજરાત સરકારના કોઈપણ મંત્રી દીકરીના પરિવારને મળવા આવ્યા નથી.
આ સમય પરિવાર સાથે ઉભા રહેવાનો છે રાજકારણ કરવાનો નહીં. એક વર્ષમાં 169 બાળકો પર આપણા ગુજરાતમાં આવી ઘટના બને છે. કોંગ્રેસની સરકારમાં સીધા ગુનેગારોને પક્ષમાં લેવામાં આવતા ન હતાં. ભાજપ આવા ગુનેગારોને સાથે લેવાના લીધે કાયદો વ્યવસ્થા બગડી રહી છે. હાલ સરકારે આ મામલે ચિંતન કરવું જોઈએ તેમ તેમણે જણાવ્યું હતું.
(3:14 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
