<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 22nd December 2024

વડોદરાના પાણીગેટ પાસે પોલીસના હાથ લાગ્‍યો ર.૦ર લાખની કિંમતનો ચાઇનીઝ દોરીનો જથ્‍થો

ચાઈનીઝ દોરીનો પ્રતિબંધિત હોવા છતાં જથ્થો મંગાવી તેનો સંગ્રહ કરી વેચાણ કરતી એક મહિલાની વડોદરા પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવીઃ રેડ કરતા મકાનમાંથી પ્રતિબંધિત ચાઈનીઝ દોરીના 370 બોક્સ મળી આવ્યા હતા

વડોદરાઃ: વડોદરા શહેર પાણીગેટ પોલીસ દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. પાણીગેટ વિસ્તારમાં આવેલ શાસ્ત્રીબાગ વુડાના મકાન ના બ્લોક નં.3, રૂમ નં.7 માંથી 2.02 લાખની કિંમતના ચાઈનીઝ દોરીના 370 બોક્સ જપ્ત કર્યા છે. જ્યારે પોલીસે પ્રતિબંધિત ચાઈનીઝ દોરીનો જથ્થો મંગાવી તેનો સંગ્રહ કરી વેચાણ કરતી એક મહિલાની ધરપકડ કરી છે.
પાણીગેટ પોલીસને મળેલી સૂચનાના આધારે શહેર વિસ્તારમાં પેટ્રોલિંગ રાખી ચાઈનીઝ તુક્કલો ચાઈનીઝ દોરા ચાઈનીઝ લોન્ચરનું વેચાણ કરતી દુકાનો પથારા ગોડાઉન ચેકિંગની સ્પેશિયલ ડ્રાઈવનું આયોજન કર્યું હતું અને કાયદેસરની કાર્યવાહી કરવા માટે આપેલી સૂચનાને આધારે જુદી જુદી ટીમો કામગીરીમાં લાગી હતી.
આ દરમિયાન પાણીગેટ પોલીસની ટીમને ચોક્કસ માહિતી મળી હતી કે, પાણીગેટ વિસ્તારમાં આવેલ શાસ્ત્રીબાગ વુડાના મકાન ના બ્લોક નં.03, રૂમ નં.07 માં ચાઈનીઝ દોરીનો જથ્થો રાખવામાં આવેલ છે, અને તેનું વેચાણ કરવામાં આવી રહ્યું છે. જે ચોક્કસ માહિતીને આધારે પાણીગેટ પોલીસે રેડ કરતા મકાન માંથી પ્રતિબંધિત ચાઈનીઝ દોરીના 370 બોક્સ મળી આવ્યા હતા. પોલીસે મકાનમાં હાજર મહિલા ક્રિષ્ણાબેન ઉર્ફે મુન્ની સુનિલભાઈ દેવીપુજક વિરુદ્ધમાં પાણીગેટ પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

(3:22 PM IST)