<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 22nd December 2024

લાલપુર-જામનગર હાઈવે ઉપર ઓવરલોડ ટ્રક મગફળીની ગુણોના વજનથી નમી જતા ટ્રકમાંથી મગફળીની ગુણીઓ રસ્તા ઉપર પડી : સામેની તરફથી આવતા વાહનોમા મોટો અકસ્માત થતો રહી ગયો : જુઓ વિડિઓ

ટ્રકની પાછળ આવતા ગાડી ચાલકે વિડીયો ઉતાર્યો : ઘટનાને લઇ વિવિધ વાતો પણ લોકોમાં ચર્ચાઇ જેમાં હાઇવે તંત્રની બેદરકારી હોવાની પણ ચર્ચા

રાજકોટ તા.૨૨

રાજ્યમા ઓવરલોડ વાહનો બેફામ ફરી રહ્યા છે. જેના કારણે અન્ય વાહનચાલકોને હાલાકી વેઠવાની વારી આવી રહી છે. ત્યારે જામનગરના લાલપુર-જામનગર હાઈવે ઉપર આવી ઘટના સર્જાઇ હતી. જેમાં ટ્રકમાંથી મગફળીની ગુણીઓ પડી જતા અન્ય વાહનોને હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો

લાલપુર-જામનગર હાઈવે ઉપર ઓવરલોડ ટ્રક મગફળીની ગુણો ભરીને પસાર થઇ રહી હતી. જેમાં વળાંક વેળાએ એક તરફ મગફળીની ગુણોનું વજન નમી જતા ટ્રકમાંથી મગફળીની ગુણીઓ રસ્તા ઉપર પડી હતી. જેમાં સામેની તરફથી આવતા વાહનોમા મોટો અકસ્માત થતો રહી ગયો હતો.

ટ્રકમાંથી મગફળીની ગુણીઓ રસ્તા ઉપર પડી જતા આખો રસ્તો મગફળીથી ભરાઇ ગયો હતો. જોકે આ ઘટનાનો વીડિયો ટ્રકની પાછળ આવતા ગાડી ચાલકે ઉતાર્યો હતો. જેના કારણે સમગ્ર ઘટના વીડિયોમા રેકોર્ડ થવા પામી હતી. ઘટનાને લઇ વિવિધ વાતો પણ લોકોમાં ચર્ચાઇ હતી. જેમાં હાઇવે તંત્રની બેદરકારીના કારણે આ ઘટના ઘટી હોવાનું લોકોએ જણાવ્યું હતું.

(4:23 PM IST)