<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 22nd December 2024

સ્ટેચ્યુ ઓફ યુનિટીએ 31 ડિસેમ્બર અને ક્રિસમસ પહેલાં લાખો પ્રવાસીઓ પહોંચ્યા : હોટલો અને ટેન્ટ હાઉસફુલ

પ્રવાસીઓએ નવા વર્ષની ઉજવણી વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા કેવડિયા ગાળવાનું પસંદ કર્યું.

નર્મદા જિલ્લામાં જ્યારથી સ્ટેચ્યુ ઓફ યુનિટીનું લોકાર્પણ થયું ત્યારથી પ્રવાસીઓ માટે નર્મદા જિલ્લો હોટફેવરિટ બન્યો છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી પર નાતાલની રજાઓમાં પ્રવાસીઓનો ધસારો વધ્યો અને નાતાલ રજાઓ પહેલાં જ દોઢ લાખ કરતાં વધુ પ્રવાસીઓ આવ્યા.

સરદાર સરોવર નર્મદા બંધ અને સ્ટેચ્યુ ઓફ યુનિટી પર સૌથી વધુ પ્રવાસીઓ હાલ આવી રહ્યા છે. ગુજરાત સહિત ભારત ભરમાં અને વિદેશોમાં પણ નાતાલનો પર્વ ધૂમધામથી ઉજવાય છે ત્યારે તહેવારનો માહોલ અને નવા વર્ષના વધામણાં એટલે 31 ડિસેમ્બરના રોજ પ્રવાસીઓ નવા વર્ષની ઉજવણી વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા કેવડિયા ગાળવાનું પસંદ કર્યું.

  હાલ જિલ્લામાં આવેલ તમામ હોટલો અને ટેન્ટ સીટી સહિતનું બુકિંગ ફૂલ થવાને કારણે પોલીસ અને તંત્ર પણ એલર્ટ થયા છે. મોટી સંખ્યામાં હાલ પ્રવાસીઓ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતે આવી રહ્યા છે. જેથી પ્રવાસીઓનો અહીંયા ભારે ઘસારો જોવા મળી રહ્યો છે.

  જોકે હાલ નર્મદા જિલ્લામાં 31 ડિસેમ્બરની ઉજવણી કરવા આવતા પ્રવાસીઓ માટે હોટલો અને ટેન્ટ સીટીના સંચાલકોએ પણ પ્રવાસીઓની 31મી ડિસેમ્બરની ઉજવણી યાદગાર બની રહે તે માટે ડીજે પાર્ટી, આદિવાસી કર્ચર, જમવાનું મેનુ, સ્ટેજ આમ તમામ પ્રકારની સુવિધા માટે સજ્જ બન્યા છે.

  ખાસ કરીને રવિવારના દિવસે ડેમ અને સ્ટેચ્યુ ઓફ યુનિટી પર આટલા વર્ષનો પ્રવાસીઓનો રેકોર્ડબ્રેક નોંધાયો. આજે નાતાલની રજામાં મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવી રહ્યા છે. જેને લઈ અહીં આવતા પ્રવાસીઓ માટે સ્પેશિયલ સુવિધાઓ કરવામાં આવી છે.

  અત્રે ઉલ્લેખનીય છે કે હાલ ક્રિસમસ અને 31 ડિસેમ્બર પહેલાં જ પ્રવાસીઓનો મોટા પ્રમાણમાં ઘસારો સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે જોવા મળી રહ્યો છે. ત્યારે અગામી દિવસોમાં અહીંયા એટલે કે ક્રિસમસ અને 31 ડિસેમ્બરના દિવસે આના કરતાં પણ વધારે પ્રવાસીઓનો ઘસારો જોવા મળે તેવી શક્યતા જોવા મળી રહી છે.

(5:36 PM IST)