<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 22nd December 2024

પાર્ટી પ્લોટ, મંડપ ડેકોરેશન તથા કેટરીંગની સર્વિસની પેઢીઓ પર સ્ટેટ GST દરોડા: 5.42 કરોડથી વધુની કરચોરી ઝડપાઈ

સ્ટેટ GST વિભાગે અમદાવાદ, આણંદ, અંકલેશ્વર, ભરૂચ, ખેડા, નડિયાદ, વડોદરામાં 52 કરદાતાઓ પર દરોડા પાડ્યા

અમદાવાદ : ગુજરાત સ્ટેટ GST વિભાગે B2C સેક્ટરમાં થતી કરચોરીને અટકાવવાના ભાગરૂપે માલ અને સેવાઓના પુરવઠાને લગતા વ્યવહારો છુપાવતા કરદાતાઓ સામે કડક કાર્યવાહી હાથ ધરાયેલ છે. જેના ભાગરુપે, સ્ટેટ GST વિભાગે અમદાવાદ, આણંદ, અંકલેશ્વર, ભરૂચ, ખેડા, નડિયાદ, વડોદરામાં પાર્ટી પ્લોટ ભાડે આપનાર, મંડપ, શણગાર, કેટરીંગ સેવા પૂરી પાડતા 52 કરદાતા પર દરોડા પાડવામાં આવ્યા હતા.

 દરોડા દરમિયાન 24.89 કરોડના બિનહિસાબી વ્યવહારો હાથ લાગ્યા હતા. જેમાં આશરે 5.42 કરોડની કરચોરી પકડાઈ છે.


 

(7:08 PM IST)