<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 22nd December 2024

દેશમાં પાર્ટીઓ મેચ ફિક્સિંગથી ચાલે છે:પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાનું રાજનીતિને લઈ મોટું નિવેદન

પાર્ટીના હાથમાં છે કે પ્રજાને જીવતી રાખવી, ડરમાં રાખવી, મજા કરાવવી કે મોંઘવારીમાં રાખવી! પાર્ટીઓ મેચ ફિક્સિંગથી ચાલે છે

ગાંધીનગર : રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા ની ઉપસ્થિતિમાં આયોજિત પ્રજા શક્તિ ડેમોક્રેટિક પાર્ટીના પ્રદેશ કાર્યાલયના ઉદ્ઘાટન તથા નવા વરાયેલા અધ્યક્ષ દાંતા નરેશ મહારાણા  રિદ્ધિરાજસિંહજી પરમારના પદગ્રહણ સમારોહ સંમેલન આજે ગાંધીનગરના અડાલજ ખાતે યોજાયો હતો. આ દરમિયાન શંકરસિંહ વાઘેલાએ પોતાના નિવેદનમાં મહત્વનું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, દેશમાં પાર્ટીઓ મેચ ફિક્સિંગથી ચાલે છે.

 પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ પોતાના પ્રવચનમાં જણાવ્યું કે પક્ષો આવવાના અને જવાના છે. જે જનતા પાર્ટી 1970 માં સરકાર લાવી, કયા છે એ પાર્ટી? કયા છે એ પાર્ટીઓ? પરંતુ જાહેર જીવનમાં કેવા લોકોના હાથમાં સુકાન છે એ મહત્વનું છે. ક્યારે શું હશે એ કલ્પના હોય, વહીવટની કલ્પના હોય. અમે લોકો જાહેર જીવનમાં ડબલું કૂટવા નથી આવ્યા, MP MLA બનવા નથી આવ્યા, પરંતુ લોકો ટુંકા મનના લોકો જેને ઇતિહાસની ખબર નથી, એ લોકોને શું ખબર. 

 

પાર્ટીના હાથમાં છે કે પ્રજાને જીવતી રાખવી, ડરમાં રાખવી, મજા કરાવવી કે મોંઘવારીમાં રાખવી! પાર્ટીઓ મેચ ફિક્સિંગથી ચાલે છે, મેરીટ વારા લીડરને પૂરો કરવાનું ચાલે છે. જે પાર્ટી પોતાની પાર્ટીઓના અંદરના લોકોનું અહિત કર્યું છે અને પોનજી સ્કીમ વાળાને ટોપી પહેરાવવાની અને બુટલેગરને સ્ટેજ પર પગે લાગવાનું. બાપુએ તેમના પાર્ટીના કાર્યકરોને કહ્યું કે મરી ગયેલી પ્રજા છે અને તમે મારશો? પોલીસ, કોર્ટ, અધિકારીઓ મારશે, તમે એને ના મારશો, એને ના છેતરશો.

(7:12 PM IST)