તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Sunday, 22nd December 2024
BZ કોભાંડનો અમદાવાદ સુધી પહોંચ્યું : મહિલાએ લાખો ગુમાવ્યા :સેટેલાઇટ પોલીસ સ્ટેશનમાં અરજી
માનસી પરમાર નામની મહિલાને BZ ગ્રુપના એજન્ટ શ્રીકાંત અને અશોક દ્વારા વિશ્વાસમાં લઈ 6 મહિનામાં પૈસા ડબલ કરવાની લાલચ આપી 15.62 લાખ જેટલી રકમ પડાવી લીધી

અમદાવાદ : લોકો સાથે 6 હજાર કરોડનો ચૂનો લગાડનાર ભાગેડુ ભૂપેન્દ્ર ઝાલાની કંપની BZ ગ્રુપના દલાલોના નવા નવા ખુલાસાઓ સામે આવી રહ્યા છે. હવે તેમના એજન્ટોના તાર અમદાવાદ સુધી પહોંચેયા છે. સેટેલાઇટ વિસ્તારમાં રહેતી માનસી પરમાર અરજી આપતા દાવો કર્યો છે .BZ ગ્રુપના દલાલો તેમના સાથે 15 લાખથી વધુની રકમ પડાવી લીધા છે. તેની અરજી સેટેલાઈટ પોલીસ સ્ટેશનમાં કરવામાં આવી છે.
માનસી પરમાર નામની મહિલાએ સેટેલાઈટ પોલીસ સ્ટેશનમાં અરજી આપી હતી. BZ ગ્રુપના એજન્ટ શ્રીકાંત અને અશોક દ્વારા વિશ્વાસમાં લઈ 6 મહિનામાં પૈસા ડબલ કરવાની લાલચ આપી 15.62 લાખ રૂપિયા જેટલી રકમ પડાવી લીધી. બંન્ને એજન્ટો થલતેજમાં જમીન દલાલનું કામ કરે છે. બંન્ને દલાલો સામે માનસી પરમારે ક્રાઇમ બ્રાન્ચ , કમિશ્નર ઓફિસ, સીઆઈડી ક્રાઈમ અરજી કરવામાં આવી છે.
પોલીસ સૂત્રો મળતી વિગતો અનુસાર અરજી કરનાર માનસી પરમાર દ્વારા અરજીમાં આક્ષેપ કરવામાં આવ્યો છે .શ્રીકાંત બ્રહ્મભટ્ટ અને અશોક બ્રહ્મભટ્ટ બંને પિતા-પુત્ર છે. બંન્ને BZ ગ્રુપમાં તે એજન્ટ છે. તેવું જણાવી માનસી પરમાર વિશ્વાસમાં લઈ રૂપિયા પડવ્યા હોવાના આક્ષેપ અરજીમાં કરવામાં આવી રહ્યા છે આ મામલે સેટેલાઇટ પોલીસે અરજી આધારે તપાસ હાથ ધરી છે.
સીઆઈડી ક્રાઇમે તપાસ કરતા BZ કંપનીએ વર્ષ 2020 થી 2024 સુધીમાં 16 બેંક એકઉન્ટમાંથી 360 કરોડ રૂપિયાનો લોકો સાથે કોભાંડ સામે આવ્યું છે આરોપી ભુપેન્દ્રસિંહ ઝાલા પ્રથમ રોકાણકારોનો વિશ્વાસમાં લઈ રોકાણકારોને રાષ્ટ્રીયકૃત બેંકો કરતા વધુ ઉંચું વળતર આપી રોકાણકારોનો વિશ્વાસ સંપાદન કરી કરોડો રૂપીયાનું રોકણ કર્યું છે. ભુપેન્દ્રસિહ ઝાલાએ કરોડો રૂપીયાની આંગડિયા પેઢી મારફતે હેરાફેરી કરી હવાલા કરેલાનું સી.આઈ.ડી.ક્રાઇમની તપાસમા પુરાવા મળ્યા છે.
(7:40 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
