તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 22nd December 2024
ધુમ્મસ અને વાદળછાયા માહોલ વચ્ચે ઠંડીમાં આંશિક ઘટાડો થયો : 7.5 ડિગ્રી સાથે નલિયા સૌથી ઠંડુ શહેર
આગામી પાંચ દિવસ લઘુત્તમ તાપમાનમાં કોઇ મોટો ફેરફાર જોવા મળશે નહીં.

અમદાવાદ : રાજ્યમાં આજે સવારથી ઝાકળ અને વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું છે. મહત્તમ તાપમાન સામાન્ય ઘટવાની સાથે લઘુત્તમ તાપમાનમાં વધારો થયો છે. જેના પગલે આજે ઠંડીમાં આંશિક ઘટાડો નોંધાયો છે. હવામાન વિભાગ અનુસાર આગામી પાંચ દિવસ લઘુત્તમ તાપમાનમાં કોઇ મોટો ફેરફાર જોવા મળશે નહીં. આગામી 26થી 28 રાજ્યમાં કમોસમી વરસાદની શક્યતા છે. આજે અમદાવાદમાં 27.5 ડિગ્રી મહત્તમ અને 17.6 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું છે. આજે પણ 7.5 ડિગ્રી સાથે નલિયા સૌથી ઠંડુ શહેર રહ્યુ છે.
ગુજરાતમાં આગામી 26થી 28 ડિસેમ્બર દરમિયાન રાજ્યના કેટલાક ભાગોમાં કમોસમી વરસાદની શક્યતા છે. જેમાં 26 ડિસેમ્બરે કચ્છ, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર અને નર્મદામાં માવઠું થઇ શકે છે. 27 ડિસેમ્બરે કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ, નવસારી, વલસાડમાં કમોસમી વરસાદ થઇ શકે છે. 28 ડિસેમ્બરે કચ્છ, છોટાઉદેપુર, તાપી, ડાંગ, નવસારી અને વલસાડમાં માવઠાની શક્યતા છે.
આજે રાજ્યમાં નોંધાયેલા મહત્તમ તાપમાનની વાત કરીએ તો વલ્લભ વિદ્યાનગરમાં 29.9 ડિગ્રી, મહુવામાં 29, વડોદરામાં 28.4, અમદાવાદમાં 27.5, ગાંધીનગરમાં 27.5, કેશોદમાં 27.5, ભાવનગરમાં 27.2, અમરેલીમાં 27, વેરાવળમાં 27, સુરતમાં 26.8, નલિયામાં 26.7, કંડલા પોર્ટમાં 26.7, રાજકોટમાં 26.6, ડીસામાં 26.5, ભુજમાં 26.4, પોરબંદરમાં 26.3, સુરેન્દ્રનગરમાં 26.3, ઓખામાં 25.4, દ્વારકામાં 24.8 ડિગ્રી મહત્તમ તામપાન નોંધાયું હતું.
ગત રાત્રે નોંધાયેલા લઘુત્તમ તાપમાનની વાત કરીએ તો નલિયા 7.2 ડિગ્રી, ભુજમાં 12.4, રાજકોટમાં 13, સુરેન્દ્રનગરમાં 13, મહુવામાં 13.5, કેશોદમાં 13.9, પોરબંદરમાં 14.4, અમરેલીમાં 14.8, કંડલા પોર્ટમાં 15, ડીસામાં 16.1, ભાવનગરમાં 16.2, ગાંધીનગરમાં 16.4, વડોદરામાં 17.4, દ્વારકામાં 17.4, અમદાવાદમાં 17.6, વલ્લભવિદ્યાનગરમાં 17.8, સુરતમાં 19.2 અને ઓખામાં 19.2 ડિગ્રી લઘુત્તમ તામપાન નોંધાયું હતું.
(10:20 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
