<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 22nd December 2024

રાજપીપળા રમત ગમત સંકૂલમાં જીમ્નાસ્ટીક હોલનું બાંધકામ એક વર્ષથી ખોરંભે : વહેલીતકે ચાલુ થાય એવી માંગ

7 કરોડના ખર્ચે બની રહેલ આ હોલ એક વર્ષમાં તૈયાર થવાનો હતો, પંરતુ ફાઉન્ડેશન ચેકીંગ અને ડિઝાઇન ચેન્જને કારણે તેનું કામ ઘોચમાં પડ્યું

( ભરત શાહ દ્વારા ) નર્મદા:નર્મદા જિલ્લાને પ્રવાસન અને સ્પોર્ટ્સ માં વિકસિત કરવા સરકાર કમરકસી રહી છે. અહીંની કુદરતી તાજગી શુદ્ધ હવામાં ખેલાડીઓ પણ સ્ફૂર્તિથી રમે એ માટે રાજ્ય સરકાર દ્વારા કરોડોના ખર્ચે રમતગમત સંકુલ બનાવ્યું, 6 કરોડના ખર્ચે દોડનો ટ્રેક બનાવ્યો, જીમ્નાસ્ટીક માં નર્મદા જિલ્લાના ખેલાડીઓ આગળ આવે એ માટે 7 કરોડના ખર્ચે નવો અધ્યતન સુવિધા સજ્જ જીમ્નાસ્ટીક હોલ મંજૂર કર્યો, ખાત મુહર્ત થયું ફાઉન્ડેશન પણ થયું પછી શું કારણ બન્યું કે ત્યારથી કામગીરી બંધ છે. કોન્ટ્રાકટર ને એક વર્ષ માં બનાવી તૈયાર કરવાની ડેડલાઈ આપી હતી. પરંતુ એ ડેડલાઇન પૂરી થઈ ને ત્રણ ચાર મહિના ઉપર થઈ ગયા છતાં હજુ કામગીરી શરૂ થતી નથી. એટલે સ્થાનિક રમતવીરો પણ નવા હૉલની આશ રાખી બેઠા છે. માટે વહેલા કામગીરી ચાલુ થાય અને નવા જીમ્નાસ્ટીક હોલ માં ખેલાડીઓ પ્રેક્ટિસ કરતા થઈ થાય તેવી માંગ છે

પ્રાપ્ત માહિતી અનુસાર રમતગમત વિભાગના PIU હેઠળ બનતા આ 7 કરોડ ના હોલ નું ફાઉન્ડેશન થઈ ગયું અને દીવાલો પણ લેવાઈ ગઈ તો પણ piu વાળા કામગીરી ની ચકાસણી ના કરી કે ન ડિઝાઇન જોઈ હશે કે આ બે બાબતો પર આ કામ ખોરંભે પડ્યું છે. એક વર્ષની મુદત માં એક વર્ષ તો એમ ને એમ થઈ ગયું છતાં હજુ કામગીરી ચાલુ થઈ નથી. જિલ્લા કલેક્ટર કે જિલ્લા રમત વિકાસ અધિકારી આ બાબતે રાજ્ય સરકાર માં જરૂરી માંગ કરે તો કામગીરી ઝડપથી ચાલુ થાય અને રાજપીપળા ને નવો એક હોલ મળે એવી માંગ ઉઠી છે.

 રાજ્ય કક્ષાની હરીફાઈઓ રાજપીપળા માં રમાઈ છે.

નવા જીમ્નાસ્ટીક હોલ ને કારણે રાજ્ય સરકાર દ્વારા જીમ્નાસ્ટીક ની રાજ્ય કક્ષાની ટુર્નામેન્ટ રાજપીપળા માં યોજાઈ આ હોલ તૈયાર હોત તો તેમાં આ રમતો રમાતી પણ છોટુભાઈ ડિગ્રી કોલેજમાં જીમ્નાસ્ટીક હોલ હોય ઈજ્જત બચી ગઈ હતી. જેથી જિલ્લામાં રમત ગમત માટે આ હોલ જરૂરી હોય જલ્દી બાંધકામ ચાલુ થાય તે જરૂરી બન્યું છે.


 

(10:39 PM IST)