તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Sunday, 22nd December 2024
નર્મદા જિલ્લામાં કમોસમી વરસાદની આગાહીની વાતે ધરતીપુત્રો ચિંતિત
કેળ, કપાસ, તુવેર, શાકભાજીને નુકસાન થાય તેવી ભીતી આ સર્ક્યુલેશનમાં જણાય છે

(ભરત શાહ દ્વારા )નર્મદા :હવામાન ખાતાની આગાહી ને અનુલક્ષીને ૨૬/૧૨/૨૦૨૪ થી તા. ૨૮/૧૨/૨૦૨૪ દરમિયાન નર્મદા જિલ્લામાં છુટાછવાયા સ્થળોએ હળવા વરસાદ/વાદળ છાયા વાતાવરણની સંભાવના છે. આવા સમયે વાદળ છાયું વાતાવરણ અને વરસાદને અનુલક્ષીને ખેડૂતોએ પાકના રક્ષણ માટે ઉચિત પગલાં લેતા જ હોય છે, તેમ છતાં તંત્ર દ્વારા તકેદારીનાં પગલા લેવા રાજ્યના ખેડુતોને સંદેશ આપવામાં આવે છે.
માવઠાના વરસાદથી થતા પાક નુકશાનીથી બચવા માટે ખેડુતોના ખેત ઉત્પાદિત પાક, ખેતરમાં કાપણી કરેલ પાક ખુલ્લા હોય તો તેને તાત્કાલીક સલામત સ્થળે ખસેડવાની કાર્યવાહી કરવી, અથવા પ્લાસ્ટિક/તાડપત્રી થી યોગ્ય રીતે ઢાકી દેવું અને ઢગલા ની ફરતે માટીનો પાળો બનાવી વરસાદનું પાણી ઢગલાની નીચે જતું અટકાવવું. જંતુનાશક દવા અને ખાતરનો ઉપયોગ આ સમયગાળા પુરતો ટાળવો ખાતર અને બિયારણના વિક્રેતાઓએ જથ્થો પલળે નહી તે મુજબ ગોડાઉનમાં સુરક્ષિત રાખવા. એ.પી.એમ.સી.મા વેપારી અને ખેડુત મિત્રોએ કાળજી રાખી આગોતરા સાવચતીના પગલા લેવા અનુરોધ કરવામાં આવે છે.
આ અંગે વધુ જાણકારી આપના વિસ્તારના ગ્રામસેવક/વિસ્તરણ અધિકારી/તાલુકા અમલીકરણ અધિકારી/મદદનીશ ખેતી નિયામક (તા.મુ.), જિલ્લા ખેતીવાડી અધિકારી, નાયબ ખેતી નિયામક (તાલીમ), KVK અથવા કિસાન કોલ સેન્ટર ટોલ ફ્રી નંબર– ૧૮૦૦ ૧૮૦ ૧૫૫૧ નો સંપર્ક કરવા જિલ્લા ખેતીવાડી અધિકારીએ જણાવ્યું છે.
જોકે કેળ, કપાસ, તુવેર, શાકભાજી ને નુકસાન થાય તેવી ભીતી આ સર્ક્યુલેશન માં છે અને લોકો ને આ ભીતી અગાઉ થી જાણ થતા ખેડૂતોમાં ચિંતા ફેલાઈ છે જેમાં ખાસ કરી નાંદોદ તાલુકાના ખેડૂતો વધુ ચિંતિત હોવાનું જાણવા મળ્યું છે
(10:40 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
