તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 22nd December 2024
૩૧ ડિસેમ્બર માટે દારૂ ઘુસાડવા જતા તત્વો પર નર્મદા પોલીસની બાઝ નજર:વનમાલા અને સોઈકુવા ગામથી પોલીસે બે બાઇક પર લવાતો રૂ.1,59,330 નો દારૂ અને મુદામાલ ઝડપી પાડયો
બે મોટરસાઇકલ ઉપર સીટ નીચે સંતાડેલ અંગ્રેજી દારૂની બોટલો લઈ જનાર ચાર શખ્સો ને તિલકવાડા પોલીસે ઝડપી પાડયા

( ભરત શાહ દ્વારા ) નર્મદા :નર્મદા જિલ્લામાં વારંવાર પોલીસ દારૂ, જુગારના ધંધા પર રેડ કરી લાખો નો મુદામાલ પકડી ગુના દાખલ કરે છે છતાં જગ્યા બદલી કે અન્ય રીતે આ લોકો પુનઃ ધંધો શરૂ કરતાં હોય છે જેમાં હાલમાં તિલકવાડા પોલીસે પણ બાતમીના આધારે અંગ્રેજી દારૂના મુદામાલ સાથે ચાર ને ઝડપી લીધા છે.
પ્રાપ્ત વિગતો અનુસાર તિલકવાડા પોલીસ ૩૧ ડિસેમ્બર આવતી હોવાથી વજેરીયા આઉટ પોસ્ટ તરફ પેટ્રોલીંગમા હતી ત્યારે બાતમી મળેલ કે, અધુરી દાજીપુરા ગામ થઇને બે મોટર સાયકલોમાં શીટની નીચે ભારતીય બનાવટનો વિદેશી દારૂ લઇને પસાર થનાર હોય જેથી વનમાલા ગામ પાસે મોટર સાયકલની વોચમા ઉભા રહેલ તે દરમ્યાન બાઇક પર આવેલા બે પૈકી(૧)રાજેશભાઈ લાલસીંગ ભાઈ રાઠવા, રહે.સીંગલા પઢિયાર ફળિયુ તા.જી. છોટાઉદેપુર તથા(૨) કેતનભાઇ જંગુભાઇ રાઠવા રહે. સીંગલા, પટેલ ફળીયુ તા.જી.છોટાઉદેપુર નાઓ ને મોટર સાઇકલ પર ઈંગ્લીશ દારૂ પ્લાસ્ટીકના કુલ ક્વાટરીયા નંગ. ૧૫૧ જેની કુલ કિ.રૂ.૨૬,૭૧૦ તથા મોટર સાયકલ નંગ- ૦૨ કિ.રૂ.૫૦,૦૦૦/- તથા મોબાઇલ નંગ-૦૧ કિ.રૂ. ૩,૦૦૦/- મળી કુલ કિ.રૂ.૭૯, ૭૧૦/ - મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા
જ્યારે તિલકવાડા ના સોઇકુવા કેનાલ પાસે થી પોલીસે બાતમીના આધારે બે મોટરસાઇકલ પર લઈ જવાતા રૂ.૭૯,૬૨૦/- ના દારૂ ના મુદ્દામાલ સાથે (૧)વિઠ્ઠલભાઈ નેવસિંગ રાઠવા, રહે.સીંગલા પટેલ ફળિયુ તા.જી. છોટાઉદેપુર તથા (૨) જીગરભાઈ વનજીભાઈ ડુંગરાભીલ રહે.કુકરદા વેરાઇફળિયુ તા.નસવાડી જી. છોટાઉદેપુર નાઓ ને ઝડપી બંને કેસ માં કુલ રૂપિયા 1,59,330 ના મુદામાલ સાથે ચાર ઈસમો ને ઝડપી પાડી ગુના દાખલ કર્યા છે.
(10:44 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
