News of Monday, 23rd December 2024
નિરમા યુનિવર્સીટીની મુલાકાતે

નિરમા યુનિવર્સીટીએ તાજેતરમાં ઓસ્ટ્રેલીયાની કર્ટીન યુનિવર્સીટીના એન્જીનીયરીંગના ડીન ડો.વિષ્ણુ પારીક અને સિવીલ અને મિકેનીકલ એન્જીનીયરીંગના સ્કુલના વડા ડો.જોનાથન પેકસમેનનું આયોજન કર્યુ હતું. બંને સંસ્થાઓ વચ્ચે કેમિકલ અને સિવીલ એન્જીનીયરીંગમાં સહયોગી ર+ર કાર્યક્રમોને આગળ વધારવામાં આ મુલાકાત મહત્વપુર્ણ સીમાચિહનરૂપ હતી. કર્ટીન યુનિવર્સીટીના પ્રતિનીધીઓએ નિરમા યુનીવર્સીટીના ડાયરેકટર જનરલ ડો.અનુપ કે. સિંઘ, પ્રો.આર.એન.પટેલ, ટેકનોલોજી અને એન્જીનીયરીંગ ફેકલ્ટીના ડીન અને કેમીકલ અને સિવીલ એન્જીનીયરીંગ વિભાગોના વડાઓ સાથે મુલાકાત કરી અભ્યાસક્રમ વધારવા, વિદ્યાર્થીઓના વિનીમયની તકોને વિસ્તૃત કરવા અને સંયુકત સંશોધન સાહસોને પ્રોત્સાહન આપવા પર કેન્દ્રીત ચર્ચા કરી હતી.
(10:08 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
