તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Monday, 23rd December 2024
ઉજળા અવસરનુ સ્મરણઃ ૧ વર્ષ પહેલા દ્વારકામાં આહિરાણી મહારાસમાં ૩૭ હજાર બહેનો જોડાયા'તા

યુગઋષિ પંડિત શ્રી રામશર્મા આચાર્યજીએ કહયું છે કે ‘શુભકાર્યો માટે-અવસરની રાહ ન જુઓ, આજનો અવસર જ સર્વોતમ છે. ‘આ ઉકિતને ચરિતાર્થ કરતો મહત્વપૂર્ણ પ્રસંગ ભગવાન દ્વારકાધીશની પ્રાચીન સુર્વગનગરી દ્વારકા ખાતે આજથી એક વર્ષ પહેલા તા.૨૪ ડિસેમ્બર-૨૦૨૩નાં રોજ ‘આહિરાણી મહારાસ'ના નામાભિધાન સ્વરૂપમાં ૩૭,૦૦૦ હજાર બહેનોના માધ્યમ દ્વારા, ઉર્જાસભર વાતાવરણમાં સંપન્ન થયો હતો. તા. ર૪ ને મંગળવારે આ યાદગાર ઘટનાને ૧ વર્ષ પુર્ણ થશે. જગત મંદિરના સાનિધ્યમાં ભગવાન શ્રીકળષ્ણની સૂક્ષ્મ દેહ / ભાવ દેહનાં રૂપમાં ઉપસ્થિતિ સાથે ૩૭,૦૦૦ હજાર આહિરાણીઓએ ખૂબ જ પવિત્ર, દિવ્ય અને તેજોમય વાતાવરણમાં ભગવાન શ્રીકળષ્ણનાં ચરણમાં સર્મપિત થઈને નિષ્કામ ગોપીભાવે મહારાસ અર્પણ કર્યો હતો. આખી સળષ્ટિની સુવ્યવસ્થા અને સુંદરતા નારી શકિતની જ અભિવ્યક્તિ છે. તેનો અનેરો અહેસાસ આ ‘આહિરાણી મહારાસ'નાં માધ્યમથી તા. ૨૪ ડિસેમ્બર-૨૦૨૩નાં રોજ સમગ્ર વિશ્વએ નિહાળ્યો હતો. સાથે એ સંદેશ પણ આપ્યો હતો કે વિશ્વની સંસ્કળતિ અને સભ્યતાનું વર્તમાન -સ્વરૂપ નારીના અથક ત્યાગ અને બલિદાનનું જ પરિણામ છે. માતાનું શરીર અને સંસ્કાર પ્રાપ્ત કરીને બાળક સંસારમાં પ્રવેશ કરે છે અને પ્રગતિની દિશામાં આગળ વધે છે. તેનાં વિકાસમાં માતાના આત્મિક ક્ષેત્રમાં રહેલી ભકિત, શકિત અને સમળદ્ધિ જોડાયેલી રહે છે. વિવિધ પુરાણોમાં રાસલીલાનો આધિભૌતિક ભાવ જોવા મળે છે. પરંતુ પદ્મ પુરાણમાં રાસલીલાનો આધિદૈવિક તથા આધ્યાભિમક ભાવ પણ મળે છે. શ્રીકળષ્ણની ચુંબકીય સ્વરૂપ શકિત, ચુંબકીય માયા શ્રી રાધાનાં સ્વરૂપમાં ઉપસ્થિત છે, આ રીતે કળષ્ણ અવ્યમથ પુરુષ, શ્રીરાધા ઙ્કકળતિ તથા ગોપીઓનું શ્રુતિઓના રૂપમાં વર્ણન કરવામાં આવ્યું છે. આ બધો આધિદૈવિક ભાવ છે. આ પુરાણમાં અન્ય સ્થાન પર ગોપીઓને યોગિની, યમુનાને અમળતવાહિની સુષુગ્ણા, શ્રીકળષ્ણને સર્વવ્યાપક પરમાત્મા તથા વળંદાવનને લૌકિક નેત્રોનું અગોચર તેજોમય સ્થાન વર્ણિત કરવામાં આવ્યું છે. આ આધ્યાત્મિક ભાવ છે. ભગવાન શ્રીકળષ્ણનાં પૌત્ર અને પ્રદ્યુમ્નનાં પુત્ર અનિરુધ્ધની પત્ની અને અસુરરાજ બાણાસુરની પુત્રી ઉષા દ્વારા દ્વાપર યુગમાં આજથી પાંચ હજાર વર્ષો પહેલાં દ્વારકાનગરીમાં શ્રીકળષ્ણ અને બલરામજીની ઉપસ્થિતિમાં એક સમારોહમાં ઉષાનાં નેતળત્વમાં આહિરાણીઓ દ્વારા (આહિરાણીઓ - યાદવરાણીઓ) મહારાસ યોજવામાં આવ્યો હતો. તે ઙ્કસંગની યાદમાં ભગવાન શ્રીકળષ્ણને સમર્પિત આ મહારાસનું બહેનો દ્વારા સ્વયંભૂ રીતે આયોજન કરવામાં આવ્યું હતું. ભારતીય સંસ્કળતિમાં રામાયણ અને મહાભારત જેવા મહાકાવ્યો માનવજીવનની સાંસ્કળતિક ધરોહર, વ્યવહારિક નીતિ-રીતિ- અને ગતિવિધિઓનાં વિવિધ વિષયો પર વિશદ ઙ્કકાશ પાડે છે. આ બન્ને મહાકાવ્યોનાં મહાનાયકો અનુક્રમે શ્રીરામ અને શ્રીકળષ્ણ છે. ભગવાન વિષ્ણુનાં આ બન્ને અવતારોમાં તેઓએ ત્રેતાયુગમાં રઘુવંશમાં અને દ્વાપરયુગમાં યદુવંશમાં જન્મ ધારણ કરીને ભારતવર્ષને આસુરી અને અહંકારી શક્તિઓની પીડાથી મુકિત અપાવી ભૂમિનો (ઘરતી) ભાર ઉત્તાર્યો હતો. એજ યદુવંશમાં મહારાજ યદુનાં સંતાનો (વંશજો) એટલે સૌરાષ્ટ્ર-કચ્છનાં આહીરો, જે મથુરાથી શ્રીકળષ્ણજી અને શ્રીબલરામજી સાથે સૌરાષ્ટ્રમાં દ્વારકા ખાતે આવેલા હતા. ચંદ્રવંશી આહિરો ચંદ્રવંશી ક્ષત્રિયો છે. તેઓ મોટાભાગે ખેતીવાડી સાથે સંકળાયેલા ખેડૂતો છે. ખૂબ જ આંશિક રીતે કોઈ જગ્યાએ ખેતી સાથે પશુપાલન કરતાં જોવા મળે છે. ખેડૂતો ઉપરાંત સૌરાષ્ટ્રમાં ઘણી જગ્યાએ જમીનદારો, જાગીરદારો, નાની એકાદ ગામની રિયાસતો તરીકે પણ અસ્તિત્વ ધરાવતાં હતા. જ્યારે ઉત્તર ભારતનાં રાજ્યોમાં મોટાભાગે યાદવો કે અહીરો તરીકે ઓળખાય છે. દ્વારકા ખાતે મહારાસનું આયોજન મોટાભાગે સ્વયંભૂ રીતે ઉભું થયું હોય તેવું દ્રષ્ટિગોચર થાય છે, કોઈ આગેવાન વગર ફકત બહેનોએ જ સમગ્ર કાર્યક્રમની રૂપરેખા બનાવી તેને અમલમાં મૂકી હતી. આગેવાનશ્રીઓએ પરોક્ષ રીતે નેપથ્યમાં રહીને બહેનોને તમામ પ્રકારનો સહયોગ આપ્યો હતો. વિશ્વકક્ષાનાં આ સાંસ્કળતિક મહોત્સવમાં આયોજનમાં કોઈપણ વ્યક્તિ વિશેષનું નામ ન મૂકતા. આ સમગ્ર કાર્યક્રમ શ્રદ્ધાભાવથી ભગવાન શ્રીદ્વારકાધીશનાં ચરણોમાં સર્મપિત કરી તેઓશ્રીની પરોક્ષ આગેવાનીમાં જ બહેનોને અગ્રતા આપી આગળ વધારી એક નવી ભાત ઉપસાવી હતી. જેથી આવો ઐતિહાસિક અને અવિસ્મરણીય ઙ્કસંગ, ભારતની સાંસ્કળતિક ધરોહરની અનમોલ ઝાંખીના રૂપમાં સમગ્ર વિશ્વએ નિહાળ્યો. (સામંત વાળા, ગાંધીનગર, દ્વારા), ગુજરાત વિધાનસભા લેખાગારના નિવૃત્ત અધિકારી
(10:09 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
