<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 23rd December 2024

રાજ્યમાં ગાઢ ધુમ્મસ અને વાદળછાયા વાતાવરણ વચ્ચે ત્રણ દિવસ સુધી કેટલાક વિસ્તારોમાં વરસાદની શકયતા

27 ડિસેમ્બરના રોજ સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાત સહિત 15 જિલ્લાઓમાં અને 28 ડિસેમ્બરના રોજ 13 જિલ્લાઓમાં હળવો વરસાદ થવાની સંભાવના

અમદાવાદ :ગુજરાતમાં હવામાનમાં પલટો આવતા ઠંડીનું પ્રમાણ વધ્યું છે.રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં સવારથી ધુમ્મસ અને વાદળછાયું વાતાવરણ જોવાઈ રહ્યું છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા 26 ડિસેમ્બરથી 3 દિવસ સુધી ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

હવામાન વિભાગની આગાહી પ્રમાણે, આગામી 5 દિવસ સુધી તાપમાનમાં કોઈ મોટો ફેરફાર થશે નહીં. 26 થી 28 ડિસેમ્બર સુધી રાજ્યના કેટલાક ભાગોમાં કમોસમી વરસાદ થઈ શકે છે. સમગ્ર રાજ્યમાં વાદળછાયું વાતાવરણ રહેશે અને અનેક શહેરોમાં વહેલી સવારે ધુમ્મસભર્યું વાતાવરણ રહેશે.

હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, સમગ્ર રાજ્યમાં 26 ડિસેમ્બર સુધી શુષ્ક હવામાન રહેવાની સંભાવના છે. 27 ડિસેમ્બરના રોજ સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાત સહિત 15 જિલ્લાઓમાં અને 28 ડિસેમ્બરના રોજ 13 જિલ્લાઓમાં હળવો વરસાદ થવાની સંભાવના છે.

27 ડિસેમ્બરના રોજ કચ્છ, દેવભૂમિ દ્વારકા, જામનગર, પોરબંદર, મોરબી, પાટણ, બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, મહિસાગર, દાહોદ, પંચમહાલ, છોટા ઉદેપુર અને નર્મદા જિલ્લામાં હળવો વરસાદ થવાની સંભાવના છે.

28 ડિસેમ્બરના રોજ કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહિસાગર, દાહોદ, પંચમહાલ, છોટા ઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ, નવસારી અને વલસાડ જિલ્લામાં હળવો વરસાદ પડી શકે છે.

29 ડિસેમ્બરના રોજ બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલ, દાહોદ, મહિસાગર, છોટા ઉદેપુર, દમણ, નર્મદા, ડાંગ, નવસારી, વલસાડ, તાપી અને દાદરા નગર હવેલીમાં વરસાદની સંભાવના છે.

 

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, નલિયામાં સૌથી ઓછું 7.2 ડિગ્રી તાપમાન નોંધાયું છે. આ સાથે વડોદરામાં 17.4 ડિગ્રી, ડીસામાં 16.1, અમરેલીમાં 14.8, રાજકોટમાં 13.0, ભુજમાં 12.4, અમદાવાદમાં 17.6, સુરતમાં 19.2, કંડલા પોર્ટમાં 15.0, ભાવનગરમાં 16.2, દ્વારકામાં 17.4, વેરાવળમાં 16.8 અને ઓખામાં 19.2 ડિગ્રી તાપમાન નોંધાયું છે.

(11:50 AM IST)