<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 23rd December 2024

ઊંઝા યાર્ડમાં જીરાની દૈનિક 8 હજાર, વરિયાળી 1500 અને ઈસબગુલની 4 હજાર બોરીની આવક

ગુજરાતમાં જીરાનું વાવેતર 50% થવાની ધારણા :વરિયાળીના ભાવ નીચા હોવાથી વાવેતર ઘટ્યું

ઊંઝા માર્કેટયાર્ડમાં હાલમાં મસાલાની સિઝન ચાલુ થઈ છે. જોકે, જીરુ, વરિયાળી અને ઈસબગુલની આવકમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. જીરાની દૈનિક 7થી 8 હજાર બોરી, વરીયાળીની 1000થી 1500 બોરી તથા ઇસબગુલની 3થી 4 હજાર બોરીની આવક જોવા મળી રહી છે. જીરાનું વાવેતર 50 ટકા થવાની ધારણા છે. જ્યારે વરીયાળીના ભાવ નીચા શ રહેતાં ગત કરતાં વર્ષ કરતાં વાવેતર ઓછુ જોવા મળી રહ્યુ છે.

જીરાના મણના સરેરાશ ભાવ 4૧૦૦ થી 4૭૦૦ રૂપિયા જોવા મળી રહ્યા છે. જ્યારે સારા માલના ભાવ 450૦ થી 4૭૦૦ રૂપિયા નોધાયા છે. ગુજરાતમાં જીરાનું વાવેતર 50% થવાની ધારણા છે.

માર્કેટ્યાર્ડમાં વરિયાળીની દૈનિક 1000થી 1500 હજાર બોરીની આવકો જોવા મળી રહી છે. વરિયાળીના મણના સરેરાશ ભાવ 1300થી 3000 રૂપિયા જોવા મળી રહ્યા છે. જ્યારે સારા માલના ભાવ 2500થી 3000 રૂપિયા નોંધાયા છે.

ઉત્તર ગુજરાત સહિત કાઠીયાવાડ અને રાજસ્થાનથી વરીયાળીની આવકો આવી રહી છે. ગત વર્ષની તુલનાએ આ વર્ષે વરિયાળીના ભાવ નીચા હોવાથી વાવેતર ઘટ્યું છે. વરિયાળીના ભાવ નીચા હોવાથી વરિયાળીના વાવેતરમાં કાપ મુકાયો છે. જ્યારે સ્ટોકિસ્ટો પાસે 18થી 20 લાખ બોરીનો માલ હોવાનું અનુમાન છે.

(12:04 PM IST)