<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 23rd December 2024

માવઠુ થાય તો ખેડુતોને નુકશાન ન થાય તેવી કાર્યવાહી જરૂરી : દિલીપ સંઘાણી

આગાહીના અનુસંધાને સરકારને રજુઆત કરતા પૂર્વ મંત્રી

રાજકોટ, તા.૨૩: રાજ્‍યમાં સંભવિત માવઠા દરમ્‍યાન ખેડૂતોને નુકશાન ન થાય તે સરકારમાં પત્ર લખી ખેડૂતનેતા દિલીપ સંઘાણીએ પૂર્વ સાવચેતીના પગલા ભરવા રજુઆત કરી છે. ઈફકો અને ગુજકોમાસોલના અધ્‍યક્ષ અને પૂર્વ મંત્રી શ્રી દિલીપ સંઘાણીએ ગુજરાતમાં તા.૨૫ થી ૨૭ ડીસે. કુલ ૦૩ દિવસ દરમ્‍યાન ભારે માવઠાની હવામાન ખાતાની આગાહીના સંદર્ભમાં રાજ્‍યના મુખ્‍યમંત્રી, કળષિ મંત્રી તેમજ કળષિ સચિવ ને પત્ર લખી સંભવિત માવઠાની સચોટ માહિતિ મેળવી અસર - વાળા વિસ્‍તારનો સર્વે કરવા તેમજ માવઠાના સમય દરમ્‍યાન સરકાર દ્વારા ખરીદવામાં આવેલો કે ખેડૂતો પાસે રહેલો અથવા રસ્‍તામાં લાવવા - લઇ જવાના સમયે વરસાદ - થી પાક બગડે નહિ તે માટે માવઠાની સંભવિત અસરવાળા વિસ્‍તારના ખેડૂતો તેમના વિસ્‍તારના વિવિધ ખરીદી કેન્‍દ્રો પર ન જાય અને આગમચેતીના ભાગરૂપે સરકાર દ્વારા આ વિસ્‍તારને નિશ્‍ચિત કરી તે વિસ્‍તારના ખેડૂતોને અગાઉથી જ સચોટ માહિતી મળે તેમજ આ દિવસો દરમ્‍યાન બંધ રહેલી ખરીદી પછીના દિવસોમા વધારી આપવામાં આવે તો ખેડૂતોને થનાર નુકશાન સામે રક્ષણ આપવા માટે યોગ્‍ય કાર્યવાહી કરવા ભલામણ કરી છે.

(1:52 PM IST)