તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Monday, 23rd December 2024
આરોપીઓ દ્વારા કારના કાચમાંથી બોંબ બતાવી પોલિસને ડરાવવા પ્રયત્ન થયેલ
અમદાવાદના પાર્સલ બોમ્બ મામલો ત્રણે આરોપીઓની પૂછપરછમાં ધડાકા જેવી વિસ્ફોટક વિગતો બહાર આવી... : આડા સંબંધોની શંકા, પત્નીના મેણાં ટોણા ત્રણ ત્રણ હત્યાના ખોફનાક પ્લાનનું નિમિત્ત બન્યા હતા...અકિલા સાથે ડીસીપી ભરત રાઠોડ અથ થી ઇતિ સુધીની કથા વર્ણવે છે... : પોલીસ કમિશનર જ્ઞાનેન્દ્રસિહ મલ્લિક દ્વારા પોલીસની પ્રતિષ્ઠાનો પ્રશ્ન બનાવાયેલ. ડીસીપીનાં નેતૃત્વમાં પીઆઇ એચ. એન. પટેલ, એલસીબી સ્કોડનાં પીએસઆઈ કે ડી.પટેલ ટીમની કાબીલે દાદ કામગીરી...

રાજકોટ તા. ર૩: પોતાની પત્ની પર આડા સંબંધની શંકા અને પત્નીના મહેણાં ટોણાંને લીધે આરોપી રૂપેન દ્વારા યુટયુબ પરથી બોમ્બ અને ગન બનાવવા છેલ્લા ૪ માસથી સતત આદુ ખાઇને લાગ્યો હતો, જેમાં તેનું ટેકનિકલ ભેજું ખૂબ ઉપયોગી બનેલ તેમ અમદાવાદનાં ઝોન ૨નાં ડીસીપી ભરત રાઠોડ દ્વારા અકિલા સાથેની વાતચીતમાં ખોફનાક કાવતરાની ભીતરી કથા વર્ણવતા જણાવ્યું હતું. આમ તો રૂપેન બારોટ લેથ અને મશીન કામગીરીનો જાણકાર હતો પરંતુ તે ઇમિટેશનનો વ્યવસાય કાર્ય કરતો હતો.
અમદાવાદના જૂના ચાંદખેડા વિસ્તારના રો હાઉસમાં સાબરમતીમાં રહેતા હાઈકોર્ટ ક્લાર્ક બળદેવભાઈનાં ઘેર મોકલેલ પાર્સલ બોમ્બ બ્લાસ્ટનાં સનસનાટીભર્યા મામલામાં વિશેષમાં જણાવેલ કે આરોપી રૂપેન દ્વારા સહુ પ્રથમ ઇનેરનેટ દ્વારા પણ બોમ્બ સામગ્રીનું લિસ્ટ ત્યાર કરી તેના પર સંશોધન પણ કરેલ.આ બધા કાર્યમાં ત્રણ થી ૪ માસ જેટલો સમય લાગ્યો હતો.
અત્રે એ યાદ રહે કે અમદાવાદ પોલીસ કમિશનર જ્ઞાનેન્દ્રસિહ મલ્લિક દ્વારા સમગ્ર મામલાની ગંભીરતા સમજી ઝોન ઉપરાંત ક્રાઇમ બ્રાન્ચ ટીમને પણ મેદાને ઉતારેલ પણ ઝોન ટીમે અથાગ મહેનત દ્વારા આખો મામલો ઉકેલી આરોપી રૂપેન અને તેના બે સાગરીત રોહન રાવળ અને ગૌરવ ગઢવીને ઝડપી લીધા છે.
અકિલા સાથેની વિશેષ વાતચીતમાં પોતાની પત્નીના આડા સબંધની શંકા આધારે સસરા અને સાળાની હત્યાનો પણ કારસો ગોઠવેલ. રોહને બોમ્બ બનાવી ગૌરવને પાર્સલ આપવા મોકલેલ અને બહાર રિમોટ સાથે ઉભેલા રોહને રીમોટનું બટન દબાવી દેતા બોમ્બ ગૌરવનાં હાથમાં જ ફૂટી ગયેલ.
Dcp ભરત રાઠોડ દ્વારા અકિલાને એક ધડાકા જેવી વાત કરતા જણાવેલ કે આરોપીઓ ક્રેટા ગાડીમાં કરતા હોવાની અમારી ટીમની માહિતી સચોટ સાબિત થયેલ . કાર ઊભી ન રાખી ડરાવવા સાથે પોલિસને કાચ ખોલીને બોંબ બતાવી પોલિસને ડરાવવા પ્રયત્ન પણ કરેલ.પોલીસ જીવના જોખમે કાચ પકડી રાખી રોહનને અને ત્યારબાદ રૂપેનને ઝડપી બોમ્બ ડીફયુસ કરી તમંચો કબ્જે કરેલ.
(3:24 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
