તા. ૧૪ જાન્યુઆરી ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ પોષ સુદ – ૧૫ મંગળવાર
News of Monday, 23rd December 2024
અંબાજી નજીક યાત્રિકોની બસ પર અસામાજિક તત્વોનો આતંકઃ પથ્થરમારો

અંબાજી : પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી નજીક યાત્રિકો ભરેલી બસ પર ગત રાત્રે પથ્થરમારાની ઘટના સામે આવી છે. મળતા અહેવાલ પ્રમાણે પાનસા ગામ નજીક અંબાજીથી મહેસાણા જતી લક્ઝરી બસ ઉપર પથ્થરમારો થયો.
ભક્તો દર્શન કરીને પરત જતા બસ ઉપર પથ્થર મારાની ઘટના બની હતી. કેટલાક અસામાજિક તત્વોએ ગાડીના આગળના કાચ પણ તોડી નાખ્યા હતા.પોલીસ દ્વારા સમગ્ર બનાવના આરોપીઓને પકડવા ટીમ બનાવવામાં આવી છે.
(3:51 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
