<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 23rd December 2024

સુરત ખાતે યોજાયેલ ભાગવત કથા જ્ઞાન યજ્ઞમાં અંતિમ દિવસે હજારો ભાવિકો ઉમટી પડયાઃ ભુપેન્‍દ્રભાઇ પટેલ, પ્રફુલ્લભાઇ પાનસેરિયા, હર્ષ સંઘવી, જય શાહ સહિતના મહાનુભાવોની હાજરી

રાજકોટઃ દાસી જીવન સત્‍સંગ મંડળ તથા સુરતની ધાર્મિક સંસ્‍થા સંયુકત ઉપક્રમે સૂર્યપુત્રી તાપી નદીની નગરી સુરત ખાતે શ્રીમદ ભાગવત કથા જ્ઞાનયજ્ઞની પૂર્ણાહુતિ થઇ હતી.

કથાના સાતમાં દિવસે કથાકારે ભાગવતના રાજા  નૃગ પ્રસંગને વગર્ણવ્‍યો હતો. અંતિમ દિવસે હજારો ભાવિકો ઉમટી પડયા હતા. કથાકારે જણાવ્‍યું કે અગર કોઇએ કોઇના પાસેથી પૈસા ઉછીના લીધા હોય તો આ જન્‍મમાં પાછા આપી દેવા અને પાછા આપવાની નિયત રાખજો ભૂલી નહિ જતા, નહીં તો પાછો જન્‍મ લેવો પડશે.

કથાના અંતિમ દિવસે વિશેષ મુખ્‍યમંત્રી ભુપેન્‍દ્રભાઇ પટેલ, શિક્ષણ મંત્રી પ્રફુલભાઇ પાનસેરિયા, ગૃહ રાજય મંત્રીશ્રી હર્ષ સંઘવી તથા આઇસીસીના ચેરમેન શ્રી જયશાહ, ગુજરાત ફૂટબોલ ફેડરેશનના પ્રમુખ જીગ્નેશ પાટીલ ઉપસ્‍થિત રહ્યા હતાં.

કથા શ્રાવણ અર્થે ઉપસ્‍થિત ભુપેન્‍દ્રભાઇએ પોતાના ભાવ અભિવ્‍યકત કરતા જણાવ્‍યું હતું કે, વર્તમાન સમયમાં વિવિધ માધ્‍યમોથી પヘમિી સંસ્‍કૃતિનું આંઘળું અનુસરણ થઇ રહ્યું હોય એવો સમય સમાજની દિશાને સંસ્‍કૃતિ તરફ વાળવા, વ્‍યકિતની વૃત્તિ મનોવૃત્તિને સદાચાર તરફ વાળવા સંયમિત કરવા ભાગવત સત્‍સંગ મહવનો ભાગ ભજવે છે.

શ્રી હર્ષભાઇ સંઘવીએ કથામાં ઉપસ્‍થિત યુવાનોને હાકલ કરી હતી કે કથામાંથી જે પણ સતગુણો કે સદવિચારો ગ્રાહ્ય કર્યા હોય તેને જીવનમાં અચૂક ઉતારજો.

(3:49 PM IST)