News of Monday, 23rd December 2024
ગુજરાતમાં દારૂ ધુસાડવા મામલે SMC ની લાલ આંખ : ઈન્સ્ટાગ્રામ પર rajasthan_to_gujarat_02 આઈડી ધરાવતા કાયદાનાં સંધર્ષમાં આવતા કિશોર તેમજ rana_official_007 આઈડી ધરાવનાર બનાસકાંઠાનાં લાખાણીનાં બુટલેગર દશરથ ઠાકોર સહિતનાં સામે ગુનો
દારૂબંધી હોવા છતાં વિદેશી દારૂનો જથ્થો કારમાં ભરેલો હોય અને ગુજરાતની બોર્ડરમાં કાર પ્રવેશતી હોય તેવા વીડિયો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરાયા હતા

અમદાવાદ તા.૨૩ : દારૂબંધી હોવા છતાં દારૂબંધીની શરતોને ભંગ કરી ગુનો કરવા માટે લોકો પ્રેરાય તેવા આશયથી ભારતીય બનાવટનાં વિદેશી દારૂનો જથ્થો કારમાં ભરેલો હોય અને ગુજરાતની બોર્ડરમાં કાર પ્રવેશતી હોય તેવા વીડિયો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરાયા હતા. જેમાં ઈન્સ્ટાગ્રામ પર rajasthan_to_gujarat_02 આઈડી ધરાવતા કાયદાનાં સંધર્ષમાં આવતા કિશોર તેમજ rana_official_007 આઈડી ધરાવનાર બનાસકાંઠાનાં લાખાણીનાં બુટલેગર દશરથ ઠાકોર સહિતનાં સખ્સો સામે બનાસકાંઠા જિલ્લાનાં આગથળા પોલીસ મથકે ગુનો દાખલ કરાયો છે.
થોડા સમય પહેલા સોશિયલ મીડિયામાં અલગ અલગ પ્રોફાઈલમાંથી ગુજરાતમાં રાજસ્થાનની ગાડીઓમાં દારૂની હેરાફેરી કરવામાં આવતી હોવાનાં વીડિયો વાયરલ થયા હતા. જે વીડિયો ગુજરાત પોલીસ વડા વિકાસ સહાયને ધ્યાને આવતા તેઓએ તાત્કાલિક સ્ટેટ મોનિટરિંગ સેલને આ મામલાની તપાસ સોંપી હતી. સ્ટેટ મોનિટરિંગ સેલનાં વડા નિર્લિપ્ત રાયના સુપરવિઝન હેઠળ આ ગુનાની ગંભીરતાને ધ્યાને લઈ વાયરલ વિડીયોનાં આધારે બે ગુના દાખલ કર્યા છે.
ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં દારૂબંધીની શરતોને ભંગ કરી ગુનો કરવા માટે લોકો પ્રેરાય તેવા આશયથી ભારતીય બનાવટનાં વિદેશી દારૂનો જથ્થો કારમાં ભરેલો હોય અને ગુજરાતની બોર્ડરમાં કાર પ્રવેશતી હોય તેવા વીડિયો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરાયા હતા. જેમાં ઈન્સ્ટાગ્રામ પર rajasthan_to_gujarat_02 આઈડી ધરાવતા કાયદાનાં સંધર્ષમાં આવતા કિશોર તેમજ rana_official_007 આઈડી ધરાવનાર બનાસકાંઠાનાં લાખાણીનાં બુટલેગર દશરથ ઠાકોર સહિતનાં સખ્સો સામે બનાસકાંઠા જિલ્લાનાં આગથળા પોલીસ મથકે ગુનો દાખલ કરાયો છે.
જ્યારે rajasthan_to_gujarat_05 નામનું એકાઉન્ટ ધરાવતા કિશોર અને lawara_to_gujarat_01 આઈડી ધરાવનાર ધાનેરાનાં સ્વરૂપસિંહ લવારા સહિત તપાસમાં મળી આવનાર શખ્સો સામે બનાસકાંઠાનાં ધાનેરા પોલીસ મથકે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આ મામલે સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા ઉંડાણપૂર્વક તપાસ કરી ગુનાનાં કામે 3 મોબાઈલ ફોન કબ્જે લીધા છે, જોકે બુટલેગરો ફરાર હોય તેઓને પકડવા ટીમો કામે લગાડી છે.
(4:28 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
