<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 23rd December 2024

અમદાવાદના 13 પોલીસકર્મીઓની બદલી સામે હાઇકોર્ટમાં રિટ પિટિશન પાછી ખેંચી લીધી

બદલીઓ સામે 13માંથી 3 વહીવટદારોએ હાઇકોર્ટમાં રિટ પિટિશન કરી હતી:સ્ટેટ મોનીટરીંગ સેલે આ વિગતોનો રિપોર્ટ આપતા રિટ પિટિશન વિડ્રો કરી

અમદાવાદ :રાજ્યના ડીજીપીએ અમદાવાદ પોલીસમાં ફરજ બજાવતા 13 વહીવટદાર પોલીસકર્મીઓની અન્ય જિલ્લામાં બદલીઓ કરી હતી. આ બદલીઓ સામે 13માંથી 3 વહીવટદારોએ હાઇકોર્ટમાં રિટ પિટિશન કરી હતી. 

કેયુર ધીરુભાઈ બારોટ - જુનાગઢમાં બદલી 

સિરાજ રજાક મન્સૂરી - પોરબંદરમાં બદલી 

સમીઉલ્લાં યાવરમિયાં ઠાકોર -  રાજકોટ ગ્રામ્યમાં બદલી  થતા રીત પિટિશન કરી હતી 

તમામ પોલીસકર્મીની મિલકત અંગે DGPએ સ્ટેટ મોનીટરીંગ સેલને સોંપી તપાસ સોંપી હતી. આ કેસની મુદ્દતમાં પોલીસ વિભાગે  13 વહીવટદાર પોલીસકર્મીઓની સંપત્તિ અંગે વિગતવાર અહેવાલ પાઠવ્યો હતો. પોલીસ વિભાગને મળેલી તેઓની મિલકતો, બેંક એકાઉન્ટ સહિતની અરજીઓને લઈને અહેવાલ રજૂ કરાયો હતો. અંતે ત્રણેય પોલીસકર્મીએ પોતાની રિટ પિટિશન વિડ્રો કરી છે. 

સ્ટેટ મોનીટરીંગ સેલે આ 3 પોલીસકર્મીઓની સ્થાવર/જંગમ મિકલતો, બેંક એકાઉન્ટ, તેઓના રહેણાંક ઘરનું રાચ-રચીલુ, ફિક્સ ડીપોઝીટ, ડીમેટ એકાઉન્ટ, શેર-બોન્ડ, વિદેશ પ્રવાસની ટ્રાવેલીંગ હિસ્ટ્રી વિગેરેની વિગતો, ગુનાહિત ઈતિહાસ, જાહેરહિતમાં જિલ્લા બદલી કરવા અંગેની સત્તાના પત્રો વિગેરેના બિડાણ સાથે નામદાર ગુજરાત હાઈકોર્ટમાં વિગતવારનો અહેવાલ પાઠવતાં, ઉપરોક્ત ત્રણેય પોલીસ કર્મચારીઓના વકીલ દ્વારા ત્રણેય પોલીસ કર્મચારીઓએ ગુજરાત હાઈકોર્ટમાં દાખલ કરેલી રીટ પીટીશન વિડ્રો કરવામાં આવી છે. 

(6:43 PM IST)