News of Monday, 23rd December 2024
રાજ્યના 20 ધારાસભ્યોને સુરક્ષા પાછી ખેંચી : ગૃહ વિભાગ દ્વારા સમીક્ષા બાદ મોટો નિર્ણય
નિર્ણય લેતા પહેલા ગૃહ વિભાગ દ્વારા સમીક્ષા બેઠક યોજવામાં આવી હતી.

ગાંધીનગર: રાજ્યના ગૃહ વિભાગ દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં એકાએક 20 જેટલા ધારાસભ્યોની સુરક્ષાને પરત ખેંચી લેવામાં આવી છે. સમગ્ર મામલે ગૃહ વિભાગની સમીક્ષા બેઠક યોજાઈ હતી. જે બેઠકમાં ધારાસભ્યોની સુરક્ષા પરત લેવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
કોઈપણ વ્યક્તિને સુરક્ષા આપ્યા બાદ તેની 3 અને 6 મહિને સમીક્ષા કરવામાં આવતી હોય છે. જેમાં ગૃહ વિભાગ અને પોલીસ અને આઈબીના અધિકારીઓ આ સમીક્ષા કરવામાં આવતી હોય છે.
ગૃહ વિભાગ દ્વારા કુલ 20 જેટલા ધારાસભ્યોની સુરક્ષાને હટાવી દેવામાં આવી છે. જેમાં આ નિર્ણય લેતા પહેલા ગૃહ વિભાગ દ્વારા સમીક્ષા બેઠક યોજવામાં આવી હતી.
ગૃહ વિભાગ, પોલીસ અને આઈબીના અધિકારીઓ દ્વારા જે પણ વ્યક્તિને સુરક્ષા આપવામાં આવી હોય તેની દર 3 થી 6 મહિને સમીક્ષા થતી હોય છે. જેથી ગૃહ વિભાગ દ્વારા સમીક્ષા બેઠક બાદ આ મોટો નિર્ણય લેવામાં આવ્યો છે.
(7:23 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
