<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 23rd December 2024

જિંદગી સામે જંગ હારી ગુજરાતની નિર્ભયા:ઝઘડિયાની 10 વર્ષની માસુમ બળાત્કાર પીડિતા બાળકીનું મોત

બાળકીની વડોદરાની સયાજી હોસ્પિટલમાં સારવાર દરમિયાન બપોરે 2 કલાકે કાર્ડિયાક એરેસ્ટ બાદ સાંજે 5.15 કલાકે બીજો કાર્ડિયાક એરેસ્ટ આવ્યો: સાંજે 6.15 કલાકે બાળકીએ જીવ ગુમાવ્યો :ભરૂચના ઝઘડિયામાં દુષ્કર્મનો ભોગ બનેલી બાળકીની સારવાર વડોદરાની સયાજી હોસ્પિટલમાં ચાલી રહી હતી. બળાત્કારથી પીડિત 10 વર્ષીય બાળકીનું આજે સાંજે સારવાર દરમિયાન નિધન થયું છે.

  વડોદરાઃ  ભરૂચના ઝઘડીયામાં 10 વર્ષની બાળકી પર દુષ્કર્મ થયા બાદ બાળકીની વડોદરાની સયાજી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી. પરંતુ આ બાળકી જિંદગી સામેનો જંગ હારી છે. દુષ્કર્મના આઠમાં દિવસે બાળકીનું મોત થયું છે. ડોક્ટરોએ બાળકીને બચાવવા માટે અનેક પ્રયાસો કર્યાં હતા, પરંતુ આજે સાંજે બાળકીએ જીવ ગુમાવ્યો છે. 

16 ડિસેમ્બરે ભરૂચના ઝઘડિયામાં એક 10 વર્ષીય બાળકી સાથે દુષ્કર્મની ઘટનાએ ગુજરાતીઓને હચમચાવી નાખ્યા હતા. આ બાળકીની છેલ્લા આઠ દિવસથી વડોદરાની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી અને તેની સ્થિતિ ગંભીર હતી.

ભરૂચના ઝઘડિયામાં ઝારખંડનો એક પરિવાર મજૂરી કામ કરતો હતો. તેની 10 વર્ષીય બાળકી સાથે 16 ડિસેમ્બરે ઝારખંડના જ એક વ્યક્તિએ દુષ્કર્મ આચર્યું હતું. દુષ્કર્મ આચરી બાળકીના પ્રાઇવેટ પાર્ટમાં આરોપીએ લોખંડનો સળિયો નાખી દીધો હતો. આ બાળકીને વધુ સારવાર માટે વડોદરાની સયાજીરાવ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. આ બાળકીનું સારવાર દરમિયાન મોત થયું છે. હોસ્પિટલમાં સારવાર દરમિયાન આ બાળકીને આજે બપોરે 2 કલાકે કાર્ડિયાક એરેસ્ટ આવ્યો હતો. ત્યારબાદ સાંજે 5.15 કલાકે બીજો કાર્ડિયાક એરેસ્ટ આવ્યો હતો. સાંજે 6.15 કલાકે બાળકીએ જીવ ગુમાવ્યો હતો.

 

(7:58 PM IST)