News of Monday, 23rd December 2024
બાવળા બગોદરા હાઈવે પરથી ટ્રકમાંથી 48.46 લાખનો વિદેશી દારૂનો જથ્થો સાથે બે આરોપીઓની ધરપકડ
અમદાવાદ ગ્રામ્ય એલસીબી પોલીસે વિદેશી દારૂની 48,46,413રૂપિયાનો મુદ્દામાલ હેરાફેરી કરતા ઝડપી લીધો

અમદાવાદ ગ્રામ્ય એલસીબી પોલીસે ગુજરાતમાં ગેરકાયદેસર દારૂની હેરાફેરી કરતા 2 આરોપી સાથે પોલીસે 48.46લાખનો વિદેશી દારૂનો જથ્થો બાતમીનાં આધારે ઝડપી પાડ્યો હતો.
માહિતી મુજબ, પીઆઇ આર એન કરમટીયા ,PSI જે એમ પટેલ તથા હેડ કોન્સ્ટેબલ મહેન્દ્ર સોલંકી નાઓને ખાનગી રાહે બાતમી મળી હતી કે, બાવળા બગોદરા હાઈવે તરફથી એક ટ્રક નંબર GJ-12-BJ-2568માં વિદેશી દારૂનો જથ્થો ભરાઇને આવે છે અને તે અમદાવાદના કેરાળા જીઆઈડીસી તરફ થઈ જનાર છે. જે બાતમી આધારે બાવળા બગોદરા હાઈવે નાકાબંધી કરી હતી. તે દરમ્યાન બાતમીવાળા ટ્રક બાવળા બગોદરા તરફથી આવતા રોડની સાઇડમાં કરાવી ચેક કરતા ટ્રકની બોડીના ભાગે જોતા ટ્રકના પાછળના ભાગે કાળા કલરની તાડપત્રી બાંધેલી હતી. તાડપત્રી ખોલીને જોતા તેના નીચેના ભાગે અલગ-અલગ પ્રકારની ભારતીય બનાવટની વિદેશી દારૂના બોક્સ ભરેલા હતા.
જે બાદ ટ્રક ચાલકની પૂછપર કરતા આરોપી અનિરુદ્ધ સિંહ અને સંદીપ સિંહ પાસેથી પોતાના કબ્જાના ટ્રક ટેલર નંબર.GJ-12-BJ-2568 જેની આશરે કિંમત રૂપિયા 15 લાખ થાય છે. જે ટ્રકમાં વગર પાસ પરમીટે ભારતીય બનાવટની અલગ-અલગ બ્રાન્ડની વિદેશી દારૂના કુલ બોક્ષ 13545 તેમજ સીલબંધ નાની મોટી કુલ બોટલો તથા બિયર ટીન જેની કુલ કિંમત રૂપિયા 48,46,413રૂપિયાનો મુદ્દામાલ હેરાફેરી કરતા હતા. પકડાયેલા ટ્રકની કિંમત કુલ 63,85,912ના મુદ્દામાલ સાથે પકડી પાડી અન્ય બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. આગળની વધુ તપાસ અને કાર્યવાહી માટે કેરાળા જીઆઈડીસી પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યા છે.
(9:35 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
