<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 23rd December 2024

નાતાલ અને નવા વર્ષ માટે પાર્ટીઓના આયોજનમાં વિદેશી દારૂની માંગ વધી: નર્મદા પોલીસ દ્વારા ખાસ ચેકીંગ

જિલ્લામાં 20 ચેકપોસ્ટ ઊભી કરાઇ છે અને જેના પર 200 જેટલા કર્મીઓ તૈનાત છે અને બીજા પોલીસ કર્મીઓ પેટ્રોલિંગ કરી રહ્યા છે: નર્મદાના ધનસેરા ચેક પોસ્ટ સહિત અન્ય રસ્તાઓ પર નવી ચેકપોસ્ટ વધારી પોલીસે પેટ્રોલિંગ વધાર્યું

( ભરત શાહ,દ્વારા ) નર્મદા:નાતાલ પર્વ  અને આગામી 31 ડિસેમ્બર નવા વર્ષના વધામણાં કરવા ઠેર ઠેર પાર્ટી ડિનર નું આયોજન થતું હોય છે. ગુજરાતમાં ભલે દારૂબંધી પરંતુ સૌથી વધુ દારૂ આવા તહેવારો માં પીવાતો હોય, લોકોને દારૂ પહોંચાડવા બૂટલેગરો પણ સક્રિય થઈ દારૂ ની હેરાફેરી વધારી દેતા હોય જેમની માટે રાજ્યમાં દારૂની હેરફેરી અટકાવવા નર્મદા પોલીસે કડક ચેકીંગ શરૂ કરી દીધુ છે. જેમાં સાગબારા ધનસેરા ચેકપોસ્ટ, LCB, SOG સહિત જિલ્લામાં 200થી વધુ પોલીસ જવાનો સુરક્ષા માટે બોર્ડરો પર ખડકી દેવાયા છે, અને કડક ચેકીગ પણ પોલીસ અધીક્ષક પ્રશાંત સુમ્બેની સૂચનાથી પોલીસ કર્મીઓ ઠેર ઠેર તૈનાત કરી દેવામાં  આવ્યા છે.

નર્મદા જિલ્લો ગુજરાત ની બોર્ડર પર આવેલો જિલ્લો છે. હાલ 25 મી.ડિસેમ્બર નાતાલ નો પર્વ હોય, જ્યારે આગામી  31 ડિસેમ્બર નો નવા વર્ષની ઉજવણી નો પર્વ હોય ગુજરાત માં વિદેશી દારૂને ઘુસાડવા માટે બૂટલેગરો સક્રિય બની મથામણ કરી રહ્યા છે. ત્યારે રાજ્યની મહત્વની સાગબારા ની ધનસેરા ચેકપોસ્ટ પર નર્મદા જિલ્લા પોલીસ અધિક્ષક પ્રશાંત સુંબે એ કડક સૂચના આપી અને કડક ચેકીંગ કરવા LCB, SOG ની ટીમોને કામે લગાડી સતત પેટ્રોલિંગ કરી રહ્યા છે.કોઈ દારૂ કે કોઈ કેફી પીણું ગુસાડવામાં ના આવે એ માટે ચેકપોસ્ટ પર કડક ચેકીંગ કરવામાં આવી રહી છે.

આ બાબતે પોલીસ અધિક્ષક નર્મદા પ્રશાંત સુંબે એ જણાવ્યું હતું કે હાલ નવા વર્ષની ઉજવણી ને લઈને રાજ્ય ના શહેરો અને અન્ય ગામોમાં પાર્ટીઓનું યોજન થતું હોય છે. અને બુટલેગરો સક્રિય બનતાં હોય નર્મદા જિલ્લો ગુજરાત ની બોર્ડર છે. આ બોર્ડર થી કોઈપણ જાતના નશીલા પદાર્થો કોઈ ઘુસાડે નહીં અને મહારાષ્ટ્ર રાજ્યમાંથી વિદેશી દારૂ ઘૂસાડે નહીં એ બાબતે કડક ચેકીંગ કરવામાં આવી રહીછે, પેટ્રોલિંગ પણ સતત નર્મદા પોલીસ ની ટીમ કરે છે. જિલ્લામાં 20 ચેકપોસ્ટ ઊભી કરાઇ છે અને જેના પર 200 જેટલા કર્મીઓ તૈનાત છે અને બીજા પેટ્રોલિંગ કરી રહ્યા છે

(10:25 PM IST)