News of Monday, 23rd December 2024
માંગરોલ ગ્રામ પંચાયતના વિકાસ કામોમાં વ્યાપક ભ્રષ્ટાચારની DDO ને રજુઆત
જોકે તપાસ માં વિલંબ ને કારણે ગ્રામજનોમાં ભારે નારાજગી: મુખ્યમંત્રીએ ભષ્ટાચાર મામલે ઝીરો ટોલરન્સની જાહેરાત કરી કલેકટર ડીડીઓને ભ્રસ્ટાચાર વિરુદ્ધ કડક કાર્યવાહીની તાકીદ કરી હોવા છતાં કેમ કરી કાર્યવાહી થતી નથી

( ભરત શાહ, દ્વારા ) નર્મદા :નર્મદા જિલ્લા ના નાંદોદ તાલુકાના માંગરોલ ગ્રામ પંચાયતના વિકાસ કામોમાં ભ્રષ્ટાચાર થવા મામલે DDO ને રજુઆત થતા આ બાબત ભારે ચર્ચા ચઢી છે
પ્રાપ્ત માહિતી મુજબ નર્મદા ના ઉત્તરવાહિની કિનારે આવેલ માંગરોળ ગામમાં અનેક પ્રસિદ્ધ મંદિર અને આશ્રમો આવેલા છે અને રોજેરોજ યાત્રાળુઓ અને પરિક્રમાવાસીઓ ની અવરજવર રહે છે. આ માંગરોળ ગામ માં વર્ષ 2023-24 ના વિકાસ કામો માં વ્યાપક ભ્રષ્ટાચાર થયો હોવાની લેખિત ફરિયાદ એક આશ્રમ ના મહંતે DDO ને કરી છે અને તેના વિડિઓ ફૂટેજ પણ મોકલ્યા હોવાનું જાણવા મળે છે ત્યારે ફરિયાદ ને એક મહિનો થયો છતાં ભ્રષ્ટાચારીઓ વિરુદ્ધ કોઈ પગલા નહિ લેવાતા અને DDO એ તપાસ અન્ય જુનિયર ને સોંપી વિલંબ નીતિ અપનાવતા ગ્રામજનો માં રોષ ની લાગણી ફેલાઈ છે ત્યારે રાજ્ય ના મુખ્ય મંત્રી ભષ્ટાચાર મામલે ઝીરો ટોલરન્સ ની જાહેરાત કરી કલેકટર ડીડીઓ ને ભ્રસ્ટાચાર વિરુદ્ધ કડક કાર્યવાહી ની તાકીદ કરે છે તે ધ્યાને લઇ નર્મદા DDO માંગરોલ ની ફરિયાદ મામલે ઝડપી તપાસ કરી જવાબદારો વિરુદ્ધ કડક કાર્યવાહી કરશે કે પછી. "સબ સલામત હૈ" ના દાવા કરશે..? તે અંગે અનેક તર્ક વિતર્ક ચાલી રહ્યા છે
માંગરોલ ગ્રામ પંચાયત ના સભ્યો ના સામુહિક રાજીનામાં આખરે સ્વીકારાયા
માંગરોળ ગ્રામ પંચાયત ના પાંચ સભ્યો એ સામુહિક રાજીનામાં આપ્યા હતા પરંતુ પ્રોસીડીંગ બાકી છે ના બહાને આ રાજીનામાં તલાટી દ્વારા ટીડીઓ સુધી પહોચ્યાં ન હતા પરંતુ વિવાદ વધતા આ તમામ રાજીનામાં આખરે લગભગ એક મહિના બાદ સ્વીકારાયા હોવાનું જાણવા મળે છે.
ગામના સરપંચ ના જણાવ્યા મુજબ ફરિયાદ બાદ ચાલુ મહિના મા જ જિલ્લા અને તાલુકા કક્ષાએથી અધિકારીઓ આવી ને અમારી કામગીરી નું નિરીક્ષણ કરી ગયા છે, આમ તો અમારી કામગીરી બધી બરાબર જ છે.
અમે આ મુદ્દે જિલ્લા વિકાસ અધિકારી સાથે ટેલીફોનીક વાત કરી તો તેમણે જણાવ્યું કે આ માટે ની તપાસ ચાલુ છે
(10:26 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
