<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 23rd December 2024

ફિટ ઈન્ડિયા અંતર્ગત રાજપીપળામાં “Sunday on Cycle Campaign” કાર્યક્રમ યોજાયો

( ભરત શાહ દ્વારા ) રાજપીપળા : ગુજરાત સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ અંતર્ગત નર્મદા જિલ્લા રમત વિકાસ અધિકારી અને જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્રની કચેરી દ્વારા રાજપીપલા ખાતે “Sunday on Cycle Campaign” કાર્યક્રમ યોજાયો હતો. NCC કમાન્ડો રાહુલ ઠક્કરે લીલી ઝંડી બતાવી કેમ્પેઈનનો પ્રારંભ કરાવ્યો હતો. આ કેમ્પેઈન નર્મદા જિલ્લામાં Green India, Fit India અભિયાન માટે પ્રેરક બળ પુરૂં પાડશે. સાથે સાથે હવામાનમાં વધતા જતા પ્રદૂષણ માટે સાઇક્લિંગ શ્રેષ્ઠ ઉકેલ તરીકે સાબિત થશે. આ સાયકલ કેમ્પેઈનમાં રાજપીપલાના સાઈક્લિસ્ટો મોટી સંખ્યામાં ઉત્સાહભેર સામેલ થયા હતા


 

(10:27 PM IST)