News of Monday, 23rd December 2024
દંપતીના ઝગડામાં કાકા સસરાએ જમાઈ પર કુહાડી વડે જીવલેણ હુમલો કરતા ગંભીર ઇજા પહોંચાડી
નાના કાકા સસરાએ જમાઈ અને વચલા કાકા સસરા પર કુહાડી વડે હુમલો કરી ગંભીર ઇજા કરતા સારવાર હેઠળ

( ભરત શાહ દ્વારા ) નર્મદા :નર્મદા જિલ્લા તિલકવાડા તાલુકાના ગામોડ ગામમાં દંપતીની તકરારમાં કાકા સસરાએ જીવલેણ હુમલો કરતા બે ને ઇજા થતા ગુનો દાખલ થયો છે
મળતી માહિતી અનુસાર પ્રકાશભાઈ મુકેશભાઈ ભટ્ટ,( મૂળ રહે ભાલોદ બ્રાહ્મણ ફળિયુ તાલુકો ઝઘડિયા જિલ્લો ભરૂચ હાલ રહે ગમોડ, તા. તિલકવાડા જિલ્લો નર્મદા) નાઓ એ આપેલી ફરિયાદ મુજબ તેઓ તથા તેમના પત્ની જોસનાબેન સાથે અંદરો-અંદરો ઝઘડો થતા તે દરમિયાન તેમના નાના કાકા સસરા પ્રવિણભાઈ ઉર્ફે ટીનાભાઈ નાગજીભાઈ બારીયા રહે. ગમોડ નાઓ તેમની પત્ની અને પ્રવીણભાઈ ની ભત્રીજી નું ઉપરાણુ લઈને કુહાડી લઈ આવી ગાળો બોલી મારી ભત્રીજી સાથે કેમ ઝઘડો કરે છે? અને તુ એની સાથે રોજ ઝઘડો કરી હેરાન કરે છે આ ઝઘડાથી હુ પણ તારાથી પરેશાન થઈ ગયેલ છું આજે તો તને પુરો કરી નાખુ તેમ જણાવી મારી નાખવાના ઈરાદાથી પ્રથમ કુહાડીનો ઝટકો માથામાં જમણી બાજુ મારી ગંભીર જીવલેણ ઈજા પહોંચાડી અને બીજો કુહાડીનો ઝટકો ડાબા ખભાના ભાગે મારી ગંભીર જીવલેણ ઈજા પહોંચાડતા છોડાવવા માટે વચ્ચે પડેલ પ્રકાશભાઈ ના વચલા કાકા સસરા પ્રહલાદભાઈ નાગજીભાઈ બારીયાને પણ ડાબા હાથની કોણી પાસે કુહાડી મારી ઇજા કરી ગુન્હો કરતા તિલકવાડા પોલીસે ગુનો દાખલ કર્યો છે
(10:28 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
