તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Monday, 23rd December 2024
ઝરવાણી ગામમાં પાણી ભરવા મુદ્દે મહિલાને માર મારનાર દંપતી વિરુદ્ધ ફરિયાદ

( ભરત શાહ દ્વારા ) નર્મદા :નર્મદા જિલ્લાના ગરુડેશ્વર તાલુકાના ઝરવાની ગામમાં પાણી માટે મહિલા ને માર મરનાર દંપતી વિરુદ્ધ ફરિયાદ થતાં પોલીસે ગુનો દાખલ કર્યો છે
પ્રાપ્ત વિગતો અનુસાર સંજનાબેન પ્રવિણભાઇ તડવી (રહે.ઝરવાણી, દેડકા ફળીયુ તા.ગરુડેશ્વર જી.નર્મદા) નાઓ એ આપેલી ફરિયાદ મુજબ તેઓ પોતાના ઘરે ઝરવાણી ગામે હતા ત્યારે તા.૨૨/૧૨/ ૨૦૨૪ ના ક.૦૮/૦૦ વાગે તેમના વાડામાં આવેલ હેડપંપમા પાણી ભરવા અંગે તેમના ફળિયાના રેખાબેન યોગેશભાઇ ઉર્ફે યોગીન તડવી ગમેતેમ ગાળો બોલતા હોય જેથી ગાળો બોલવાની ના પાડતા યોગેશભાઇ ઉર્ફે યોગીન ઇશ્વરભાઇ તડવી ઉશ્કેરાઇ જઈ હાથમા દંડો લઈ આવીને સંજનાબેન ના જમણા હાથે કોણી પાસે ઝાપટ મારી ઇજા પહોંચાડી તથા રેખાબેન નાઓ હાથમાં પથ્થર લઈ બરડાના ભાગે મારી ગમેતેમ ગાળો બોલી ઇજા પહોંચાડી એકબીજાએ મદદગારી કરતા સલામતી પોલીસે દંપતી વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે
(10:29 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
