<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 23rd December 2024

સાગબારાના પાંચપીપરી ગામ પાસે આવેલ દુકાનનું પતરું તોડી રૂપિયા 2.67 લાખ રોકડની ચોરી

( ભરત શાહ દ્વારા ) નર્મદા : તા. ૨૩ નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના પાંચપીપરી ગામ પાસે આવેલ એક દુકાન નું પતરું તોડી રોકડા રૂપિયા ની ચોરી થતા દુકાન માલિકે ફરિયાદ આપી હતી
     મળતી માહિતી અનુસાર કમલેશભાઇ ઉર્ફે સોનુ રાજેન્દ્રભાઈ સોની ઉ.વ.૩૨ ધંધો.વેપાર( રહે.સેલંબા મંદિર ફળીયુ. તા.સાગબાર, જી.નર્મદા )નાઓ એ સાગબારા પોલીસ મથકે આપેલી ફરિયાદ મુજબ
તેમની અનાજ કરિયાણા ની દુકાન માં કોઈ અજાણ્યા ઇસમે દુકાનના છતના ભાગે ચઢી છતના ભાગે આવેલ સીમેન્ટનું પતરુ તોડી દુકાનમાં પ્રવેશ કરી દુકાનમાં આવેલ ટેબલના ડ્રોવરમાં મુકેલ આશરે રોકડા રૂ.૨,૬૭,૦૦૦/- ની ચોરી કરી લઈ ગુનો કરતા પોલીસે ગુનો દાખલ કર્યો છે.

જોકે ફરિયાદ આપનાર કમલેશભાઈ સોની ના જણાવ્યા મુજબ મારી દુકાન માં ચોરી કરનાર નજીકના ગામ નો એક વ્યક્તિ છે અને મારે ત્યાં છૂટક કામે આવતો હતો પોલીસે તેને પકડી લીધો હોવાની મને જાણ થઈ છે

(10:30 PM IST)