<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 23rd December 2024

આગામી વર્ષ ૨૦૨૫માં ૪ ગ્રહણ: બે સૂર્યગ્રહણ અને બે ચંદ્રગ્રહણ થશે.

જાણો વર્ષ-૨૦૨૫ માં કેટલા ગ્રહણ થશે અને તે કેવા હશે

વડોદરા:  વર્ષ-૨૦૨૪ ને પૂર્ણ થવામાં હવે માત્ર ગણતરીના દિવસ બાકી રહ્યા છે, ત્યાર પછી વર્ષ-૨૦૨૫ ની શરૂઆત થવાની તેની સાથે જ તમને ખૂબ જ સારી એવી ચીજો છે જેનું ધ્યાન રાખવું જરૂરી છે, જેમાં ગ્રહણ મુખ્ય છે. હિન્દુ ધર્મમાં ગ્રહણને લઈને ખૂબ જ માન્યતા છે, એટલું જ નહીં ગ્રહણને લઈને અલગ થી પૂજા-જપ-તપ- દાન પણ કરવામાં આવતું હોય છે. આજે અમે બતાવીશું કે વર્ષ-૨૦૨૫ માં કેટલા ગ્રહણ થશે અને તે કેવા હશે. વર્ષ -૨૦૨૫ માં કુલ-૪ ગ્રહણ થશે. તેમાં બે સૂર્યગ્રહણ અને બે ચંદ્રગ્રહણ થશે.

(૧) ફાગણ શુક્લ-૧૫ શુક્રવાર ૧૪-૩-૨૦૨૫ ના રોજ સિંહ/ કન્યા રાશિમાં ખંડગ્રાસ ચંદ્રગ્રહણ થશે. ગ્રહણનો સ્પર્શ ૧૦-૩૯ કલાકે અને ગ્રહણનો મોક્ષ ૧૪-૧૮ કલાકે થશે. આ ગ્રહણ ભારતમાં નહીં દેખાય તેથી પાળવાનું નથી. પરંતુ અમેરિકા, પશ્ચિમ અમેરિકા, પશ્ચિમ યુરોપ, પેસિફિકમા દેખાશે.

(૨) ફાગણ કૃષ્ણ-૩૦ શનિવાર ૨૯-૩-૨૦૨૫ ના રોજ મીન રાશિમાં ખંડગ્રાસ સૂર્યગ્રહણ થશે. ગ્રહણનો સ્પર્શ ૧૪-૨૦ કલાકે થશે અને મોક્ષ ૧૮-૧૪ કલાકે થશે. આ ગ્રહણ ભારતમાં નહીં દેખાય તેથી પાળવાનું નથી. પરંતુ યુરોપ, ઉત્તર રશિયા, દક્ષિણ-પશ્ચિમ આફ્રિકામાં દેખાશે.

(૩) ભાદ્રપદ શુક્લ-૧૫ રવિવાર ૭-૯-૨૦૨૫ ના રોજ કુંભ રાશિમાં ખગ્રાસ ચંદ્રગ્રહણ થશે. ગ્રહણનો સ્પર્શ ૨૦-૫૮ કલાકે થશે અને મોક્ષ ૨૬-૨૫ કલાકે થશે. આ ગ્રહણ ભારત સહિત એશિયા, ઓસ્ટ્રેલિયા, આફ્રિકા, યુરોપમાં દેખાશે.

(૪) ભાદ્રપદ કૃષ્ણ-૩૦ રવિવાર ૨૧-૯-૨૦૨૫ ના રોજ કન્યા રાશિમા ખંડગ્રાસ સૂર્યગ્રહણ થશે. ગ્રહણનો સ્પર્શ ૨૨-૫૯ કલાકે થશે અને ગ્રહણનો મોક્ષ ૨૭-૨૪ કલાકે થશે. આ ગ્રહણ ભારતમાં નહીં દેખાય. તેથી પાડવાનું નથી. પરંતુ પેસિફિક, ન્યૂઝીલેન્ડ, એન્ટાર્કટિકા, એટલાન્ટિક, ઓસ્ટ્રેલિયા, ફીજીમાં દેખાશે.


 

(11:10 PM IST)