<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 24th December 2024

બોર્ડ પરીક્ષાના પેપર ચકાસણીમાં ગેરહાજર રહેનાર શિક્ષકો સામે કાર્યવાહી કરાશે

અમદાવાદ શહેરના 250 શિક્ષકોને નોટિસ બાદ ખુલાસો લેવાનું શરૂ:શિક્ષકોનું ખુલાસા સાથે DEO કચેરીએ હિયરિંગ : મોટાભાગના શિક્ષકોએ બીમારીનું કારણ ખુલાસામાં દર્શાવ્યું

અમદાવાદ :  બોર્ડ પરીક્ષાના પેપર ચકાસણીમાં ગેરહાજર રહેનાર શિક્ષકો સામે કાર્યવાહી કરાશે.  અમદાવાદ શહેરના 250 શિક્ષકોને નોટિસ બાદ ખુલાસો લેવાનું શરૂ કરાયું છે. શિક્ષકોનું ખુલાસા સાથે DEO કચેરીએ હિયરિંગ પણ શરૂ કર્યું છે. મોટાભાગના શિક્ષકોએ બીમારીનું કારણ ખુલાસામાં દર્શાવ્યું હોવાનું સામે આવ્યું છે.

     શાળામાં શિક્ષકોની સંખ્યા ઓછી હોવાથી શાળા દ્વારા ઘણા શિક્ષકોને મુક્ત કરવામાં આવ્યા ના હતા તેમ જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા જણાવાયું છે. શિક્ષકોની ઘટના કારણે વર્ગો બંધ ના થાય તે માટે શિક્ષકો પેપરની ચકાસણીમાં ના ગયા હોવાનું પણ સામે આવ્યું છે. યોગ્ય કારણ ના જણાવનાર શિક્ષકોને 3 હજારનો દંડ ફટકારાશે. ગેરહાજર રહેલા શિક્ષકોને ખુલાસા સાથે હાજર રહેવા શિક્ષણ વિભાગે  આદેશ કર્યો હતો 

(1:00 AM IST)