News of Wednesday, 25th December 2024
ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં માવઠાની શકયતા : જાન્યુઆરીમાં ઠંડી ભુક્કા બોલાવશે : અનેક રેકોર્ડ તોડશે
ઉત્તર અને ઉત્તર-પૂર્વના પવન રહેશે. જ્યાં ઉત્તર-પશ્ચિમના પવન હશે ત્યાં ઝાકળનું પ્રમાણ જોવા મળશે. અમુક વિસ્તારમાં સામાન્ય ઝાકળ જોવા મળશે.

અમદાવાદ : જાણીતા હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ કહ્યું હતું કે હાલ પવનની ઝડપ સામાન્ય છે. પવનની સ્પીડમાં કોઈ મોટો ફેરફાર થશે નહીં. ઉત્તર અને ઉત્તર-પૂર્વના પવન રહેશે. જ્યાં ઉત્તર-પશ્ચિમના પવન હશે ત્યાં ઝાકળનું પ્રમાણ જોવા મળશે. અમુક વિસ્તારમાં સામાન્ય ઝાકળ જોવા મળશે.
ઠંડીમાં જે થોડો ઘટાડો થયો હતો તેમાં ફરી ઠંડીનો માહોલ હવે જોવા મળશે. ડિસેમ્બર પછી જાન્યાઆરીમાં ભારે ઠંડી પડશે. જાન્યુઆરી મહિનામાં કોલ્ડ વેવના રાઉન્ડ જોવા મળશે. જાન્યુઆરીમાં 1થી 15 તારીખમાં રેકોર્ડ તોડશે તેવી ઠંડી જોવા મળી શકે છે.
માવઠાની વાત કરીએ તો આ દક્ષિણ ભારતમાં હાલ ચોમાસુ ચાલી રહ્યું છે અને બંગાળની ખાડીમાં મજબુત વરસાદની સિસ્ટમ બનીને ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધી રહી છે. એટલે આવનારા દિવસમાં તે જમીન પર આવશે. આંધ્રપ્રદેશ અને તમિલનાડુના વિસ્તારો પરથી થઈ તે આગળ વધશે. આ કારણે ગુજરાતમાં ભેજ આવી રહ્યો છે. આ તમામ પરિબળોના કારણે રાજ્યમાં માવઠા પડશે. દક્ષિણ ગુજરાતના ભાગો અને ઉત્તર ગુજરાતના ભાગોમાં માવઠાની શક્યતા છે.
ઉત્તર ગુજરાતના તમામ જિલ્લામાં માવઠા પડશે. ધાનેરા, વાવ, દિયોદર, ઈડર વિસ્તારમાં તિવ્ર માવઠા પડશે. આ માવઠા 25 તારીખથી લઈ 28 તારીખ સુધી માવઠા પડશે. પછી વાદળા વિખેરાઈ જશે. આ ઉપરાંત અરવલ્લી, મહિસાગર, છોટાઉદેપુર, દાહોદ અને ગોધરામાં ભારે માવઠું થાય તેવી સંભાવના છે. દક્ષિણ ગુજરાતમાં પણ હળવા માવઠાની શક્યતા છે. સૌરાષ્ટ્રની વાત કરીએ તો સુરેન્દ્રનગર, ભાવનગરમાં ક્યાંક ક્યાંક ઝાપટા પડી શકે છે. સૌરાષ્ટ્રમાં ઘાટા વાદળો જોવા મળશે.
(4:18 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
