News of Wednesday, 25th December 2024
અટલજી અને નાથાલાલ ઝઘડાનો જન્મદિનઃ શ્રધ્ધાસુમન અર્પણ કરતા દિલીપ સંઘાણી

રાજકોટ તા. ૨૫: ઇફકોનાચેરમેન અને રાજયના પૂર્વ મંત્રી શ્રી દિલીપ સંઘાણીએ આજે અટલબિહારી વાજપેયી અને નાથાલાલ ઝઘડાના જન્મદિન નિમિતે યાદ કરી શ્રધ્ધાસુમન પાઠવતા જણાવ્યુ છે. આજે અટલજીની સાથે સાથે નાથાલાલ ઝઘડાનો પણ જન્મદિવસ છે. જનસંઘ પાસે જ્યારે કોઈ સાધન ન હતાં ત્યારે સ્કૂટર ઉપર અને એસ.ટી.ની બસોમાં આખુંએ ગુજરાત ખૂંદી વળીને કોઈ અપેક્ષા ન રાખનારા, નિસ્વાર્થ કાર્યકર્તાઓ ગામેગામ તૈયાર કરીને જનસંઘનો મજબૂત પાયો નાખનાર જે પાંચ,સાત આગેવાનો હતા,તેમાંના એક નાથાભાઇ હતા.
જનતા મોરચાની સરકાર વખતે બાબુભાઈ પટેલે તેમને એક મહત્વનો હોદ્દો સંભાળવા આગ્રહ કર્યો હતો. નાથાભાઇ એ તેનો અસ્વીકાર કર્યો હતો અને કહ્યું હતું, ‘‘મારે કોઈ હોદ્દો જોઈતો નથી.'' તેમનો અને અટલજી નો જન્મ એક જ દિવસે થયો હતો. એકનો સવારે ને બીજાનો સાંજે. નાથાભાઇ તેમના વિનોદી સ્વભાવ મુજબ કહેતા જોયું? સવાર સાંજમાં કેટલો ફરક પડી જાય છે?ૅ શ્રી નાથાભાઇને તેમના જન્મદિન નિમિતે દિવસે વિનમ્ર શ્રદ્ધાંજલી પાઠવું છુ.
અત્રે ઉલ્લેખનીય છે કે શ્રી નાથાલાલ ઝઘડા અને શ્રી દિલીપ સંઘાણીએ પાર્ટીના સંગઠનમાં વર્ષો સુધી સાથે કામ કરેલુ છે. નાથાલાલ પ્રદેશ મહામંત્રી હતા ત્યારે સંઘાણી મંત્રી હતા.
(1:26 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
