<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 25th December 2024

રાજ્યમાં કપાસનો ઉંચો ભાવ રાજપીપળામાં 1565 રૂપિયા બોલાયો : જાણો અન્ય 32 યાર્ડના શું રહ્યા ભાવ : જુઓ સંપૂર્ણં યાદી

ગુજરાતની 32 માર્કેટ યાર્ડમાં કુલ 5,487.75 ટન કપાસની આવક થઇ:જાણો કયા માર્કેટ યાર્ડમાં કેટલા ટન કપાસની આવક

અમદાવાદ :ગુજરાતની 32 માર્કેટ યાર્ડમાં કુલ 5,487.75 ટન કપાસની આવક થઇ હતી. જેમાં રાજ્યમાં કપાસનો સૌથી ઉંચો ભાવ રાજપીપળા માર્કેટ યાર્ડમા 1566 રૂપિયા બોલાયો હતો. રાજકોટ યાર્ડમાં કપાસનો ઉંચો ભાવ 1470 રૂ. અને નીચો ભાવ 1350 રૂપિયા સુધી બોલાયો હતો. આ સિવાય મોરબીમાં 1514 રૂ., બાબરામાં 1495 રૂ., બોડેલીમાં 1494 રૂ., બોટાદમાં 1485 રૂ., સિદ્ધપુરમાં 1483 રૂ., ઉનાવામાં 1482 રૂ., હળવદમાં 1470 રૂ., ગોંડલમાં 1468 રૂપિયા ઉંચો ભાવ રહ્યો હતો.
કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયની કોમોડિટીની દૈનિક વિગતો દર્શાવતી વેબસાઈટ અનુસાર ગુજરાતમાં વિવિધ માર્કેટિંગ યાર્ડમાં કુલ 5,487.75 ટન કપાસની આવક થઇ છે.

(7:26 PM IST)