તા. ૧૩ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ ભાદરવા સુદ – ૨ રવિવાર
News of Wednesday, 25th December 2024
અમદાવાદ એરપોર્ટ પર ફરી સોનાની તસ્કરી ઝડપાઇ : 2.35 કરોડના 3 કિલો સોના સાથે એક વ્યક્તિની ધરપકડ
આ સોનું ઇલેક્ટ્રિક મોટરમાં છુપાવીને લાવ્યા હતા : એરપોર્ટ પરથી છેલ્લા 8 મહિનામાં 42 કરોડ રૂપિયાનું દાણચોરીનું સોનું ઝડપાયું

અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી ફરી સોનાની તસ્કરી ઝડપાઇ છે. અમદાવાદ એરપોર્ટ પર 2.35 કરોડના 3 કિલો સોના સાથે એક એક ભારતીય નાગરિકની ધરપકડ કરવામાં આવી છે. આ સોનું ઇલેક્ટ્રિક મોટરમાં છુપાવીને લાવવામાં આવ્યું હતું.
અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી છેલ્લા 8 મહિનામાં 42 કરોડ રૂપિયાનું દાણચોરીનું સોનું ઝડપાયું છે. કસ્ટમના અધિકારીઓએ આપેલી માહિતી પ્રમાણે, એપ્રિલથી નવેમ્બર 2024 દરમિયાન કસ્ટમ વિભાગે 113 કેસ કરીને 63 કિલો સોનું જપ્ત કર્યું છે, જેમાં આજે પકડાયેલું 3 કિલો સોનું વધુ ઉમેરાયું છે કે જેની આંતરરાષ્ટ્રીય બજારના ભાવ પ્રમાણે કિંમત 45 કરોડથી વધુ થાય છે. કસ્ટમ્સ વિભાગે સોનાની દાણચોરી કરતા 24 લોકોની ધરપકડ કરીને તેમની સામે કાનૂની કાર્યવાહી પણ કરવામાં આવી છે.
કસ્ટમ્સ વિભાગના અધિકારીઓના જણાવ્યા પ્રમાણે, સોનાની દાણચોરી કરનારાં લોકો જાત જાતના નુસખા અજમાવે છે તેથી કસ્ટમ્સ વિભાગે પણ સતર્ક રહેવું પડે છે. એરપોર્ટ ઉપર કસ્ટમના અધિકારીઓએ શંકાસ્પદ પેસેન્જર પર સતત નજર રાખે છે અને જરાક પણ શંકાસ્પદ હિલચાલ લાગે તો તરત તેની જડતી કરાય છે. મોટા ભાગના કિસ્સામાં આવી વ્યક્તિ દાણચોરીના સોના સાથે ઝડપાય છે.
(9:55 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
