<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 25th December 2024

પ્રાંત અધિકારીએ રાત્રી દરમિયાન ચેકીંગમાં પોઇચા રોડ પરથી ઓવરલોડ ગ્રેવલ ભરેલા 4 વાહનો ઝડપી પાડયા

ખાનગી વાહનમાં નીકળેલા પ્રાંત અધિકારીએ એક કરોડ છોતેર લાખ ત્રીસ હજાર ચોવીસનો મુદામાલ સીઝ કરી ખાણ ખનિજ વિભાગ અને આરટીઓને કાર્યવાહી સોંપી

( ભરત શાહ દ્વારા ) નર્મદા :નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકામાં ગેરકાયદેસર ખનીજનું વહન થતુ અટકાવવાના સંદર્ભમાં તા.૨૪/૧૨/૨૦૨૪ ના રોજ રાત્રિ દરમિયાન આકસ્મિક ચેકીંગ માં નીકળેલા પ્રાંત અધિકારી કિશનદાન ગઢવી એ રાજપીપળા પોઇચા-વડોદરા રોડ પર ચેકીંગ હાથ ધરતા આ રોડ ઉપરથી પસાર થતા વાહનોને અટકાવી તપાસ કરી પુછપરછ કરતા (1) 35/UBH52-   નંબર- GJ-16-AW-0841(૨) ટૂક/ ડમ્પર-  નંબર - GJ-16-AW-1184 (3) 35/UBH52-  નંબર GJ-16-AW-1157(૪) ટૂક/ ડમ્પર- નંબર - GJ-16-AW-1194 આ ચાર વાહનોની રોયલ્ટી ચેક કરતાં ઓવરલોડ ગ્રેવલ ભરેલ હોવાનું પ્રાથમિક દષ્ટી એ શંકા જતાં કુલ-૪(ચાર) ટ્રક/ ડમ્પરનો એકતા વજન કાંટા પોઇચા ખાતે વજન કરાવતા ઓવર લોડેડ જણાઈ આવતા ડમ્પર તથા ગ્રેવલના જથ્થાની કિંમત સહિત કુલ રૂ.૧,૭૬,૩૦,૦૨૪/- (અંકે રૂપિયા એક કરોડ છોતેર લાખ ત્રીસ હજાર ચોવીસ પુરા) નો મુદ્દામાલ સીઝ કરી ભુસ્તર શાસ્ત્રી નર્મદા-રાજપીપળા તથા એ.આર.ટી.ઓ.નર્મદા-રાજપીપળા ને આગળની  કાર્યવાહી કરવા જણાવેલ છે તથા કાયદેસરની કાર્યવાહીનો હુકમ ન મળે ત્યાં સુધી આ વાહનો નો કબ્જો પોલીસ ઇન્સપેકટર રાજપીપળાને સોપવામાં આવેલ છે.

(10:51 PM IST)