તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 25th December 2024
રાજપીપળા નગરપાલિકા હસ્તક નવા જન સુવિધા કેન્દ્રનું સીએમ ભૂપેન્દ્ર ભાઈ પટેલના હસ્તે ઈ.લોકાર્પણ થયું
ધારાસભ્ય ડો.દર્શનાબેન દેશમુખ, પાલિકા પ્રમુખ ધર્મિષ્ઠાબેન પટેલ સહિત સદસ્યોની ઉપસ્થિતિમાં લોકાર્પણ કરાયું

( ભરત શાહ દ્વારા ) નર્મદા : રાજ્ય સરકારે ગુજરાત રાજ્ય ની નગરપાલિકા ની સાથે સાથે રાજપીપળા નગરપાલિકા ને પણ સિટી સિવીક સેન્ટર એટલે કે જન સુવિધા કેન્દ્ર ની ખાસ ભેટ આપી છે, જેમાં પાલિકા હસ્તક ચાલતા જન સેવા કેન્દ્ર તો ત્યાં કાર્યરત રહેશે જ પરંતુ એક અલાયદું જનસેવા કેન્દ્ર ફાળવી આપ્યું છે જેના કારણે અરજદારો ને સારી સવલત મળી રહેશે.
રાજપીપળા નગરપાલિકા હસ્તક તારીખ.25.12.3024 ના રોજ ખુલ્લા મુકાયેલા જન સેવા કેન્દ્ર કે જે કોલેજ સામે આવેલી પંચવટી સોસાયટી માં આજરોજ ધારાસભ્ય ડો. દર્શનાબેન દેશમુખ પાલિકા પ્રમુખ ધર્મિષ્ઠાબેન પટેલ, પાલિકા સદસ્યો માં અમીષા બેન બી વસાવા, વિરેન્દ્રસિંહ ગોહિલ, પાર્થભાઈ જોશી, કિંજલ બેન તડવી, પ્રજ્ઞેશ રામી ની ઉપસ્થિતિ માં સીએમ ભૂપેન્દ્ર પટેલ ના હસ્તે ઈ.લોકાર્પણ કરી ખુલ્લું મૂકવામાં આવ્યું.
આજના લોકાર્પણ ટાણે કેટલાક લાભાર્થીઓ ને દાખલ કાઢી ધારાસભ્ય ડૉ.દેશમુખ સહિત પાલિકા સદસ્યો ના હસ્તે અરજદારો ને આપવામાં આવ્યા હતા.અને આ અલાયદા જન સુવિધા કેન્દ્ર ની શુભ શરૂઆત થતા સ્થાનિક લોકો તેમજ અન્ય લાભાર્થીઓ માં ખુશી વ્યાપી હતી.
આ પ્રસંગે ધારાસભ્ય ડો.દર્શનાબેન દેશમુખે જણાવ્યુ કે બીજેપી સરકાર લોકઉપયોગી કામોમાં સરળતા રહે અને લોકો લાઇનમાં ઊભા રહી સમય ના બગાડે તેવા આશયથી રાજપીપળા ખાતે આ જન સુવિધા કેન્દ્ર નું મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા ઇ.લોકાર્પણ થયું એ રાજપીપળા માટે લાભદાયી અને ખૂબ ઉપયોગી બની રહેશે
(10:56 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
