News of Thursday, 26th December 2024
કડકડતી ઠંડી વચ્ચે કમોસમી વરસાદની સાથે કરા અને હવે ભૂકંપની પણ આગાહી:જાણો IMDનો લેટેસ્ટ રિપોર્ટ
ઉત્તર ભારતના પર્વતીય રાજ્યોમાં હિમવર્ષાને કારણે ગુજરાતમાં કોલ્ડવેવની અસર:કેટલાક જિલ્લાઓમાં વરસાદ અને કરા પડવાની સંભાવના: બનાસકાંઠા, સાબરકાંઠા અને અરવલ્લીમાં ભૂકંપની આગાહી

અમદાવાદ :ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી ભારે ઠંડી પડી રહી છે. ઉત્તર ભારતના પર્વતીય રાજ્યોમાં હિમવર્ષાને કારણે ગુજરાતમાં કોલ્ડવેવની અસર જોવા મળી રહી છે. ત્યારે હવામાન વિભાગે આગામી 27-28 ડિસેમ્બરના રોજ રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં કમોસમી વરસાદની સંભાવના વ્યક્ત કરી છે. આ સાથે જ ભૂકંપની પણ આગાહી કરવામાં આવી છે.
હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, બંગાળની ખાડીથી આવી રહેલી હવાઓ અને પશ્ચિમી વિક્ષોભના કારણે રાજ્યના કેટલાક ભાગોમાં વાદળછાયું વાતાવરણ રહેશે. 27-28 ડિસેમ્બરના રોજ કેટલાક જિલ્લાઓમાં વરસાદ અને કરા પડવાની સંભાવના છે. વાદળછાયા વાતાવરણને કારણે હવામાન ધુમ્મસભર્યું રહેશે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, 27 ડિસેમ્બરના રોજ ઉત્તર ગુજરાતના તમામ જિલ્લાઓમાં વરસાદની સંભાવના છે.
હવામાન વિભાગની આગાહી મુજબ, 28 ડિસેમ્બરના રોજ બનાસકાંઠા, સાબરકાંઠા અને અરવલ્લીમાં ભૂકંપ આવવાની સંભાવના છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર,ગુજરાતમાં અમદાવાદમાં 18.6, ડીસામાં 15.3, ગાંધીનગરમાં 17.8, વડોદરામાં 19.0, સુરતમાં 18.4, દમણમાં 16.8, ભુજમાં 10.9, નાલિયામાં 9.8, કંડલા 14.8, અમરેલીમાં 13.6, ભાવનગરમાં 17.0, દ્વારકામાં 16.4, પોરબંદરમાં 14.6, રાજકોટમાં 11.0 અને વેરાવળમાં 15.8 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.
(11:36 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
