News of Thursday, 26th December 2024
વડોદરાના કારેલીબાગ રાત્રી બજારમાં અસામાજિક તત્વોએ આતંક :આઈસ્ક્રીમ પાર્લરમાં તોડફોડ કરી
તીક્ષ્ણ હથિયાર ધારી અસામાજિક તત્વોએ રાત્રી બજારમાં આતંક મચાવતા નાસભાગ મચી: અસામાજિક તત્વોનો આતંક સીસીટીવી કેમેરામાં કેદ: હરણી પોલીસે અસામાજિક તત્વોને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા

વડોદરા શહેરમાં ફરી એક વખત અસામાજિક તત્વો બેખોફ બનીને આતંક મચાવી રહ્યા હોવાનો બનાવ બન્યો છે. શહેરના કારેલીબાગ રાત્રી બજારમાં મોડી રાત્રે હથિયારધારી અસામાજિક તત્વોએ આતંક મચાવતા નજ ભાગ મચી ગઈ હતી. જ્યારે અસામાજિક તત્વોનો આતંક સીસીટીવી કેમેરામાં કેદ થયો છે.
વડોદરા શહેર પોલીસ એક તરફ ગુનેગારોના વરઘોડા કાઢી રહી છે. જેથી કરીને નગરજનો આવા ગુનેગારોથી ભયમુક્ત રહે જો કે તેમ છતાં પણ કેટલાક અસામાજિક તત્વોને પોલીસનો કોઈ ખોફ જ લાગતો ન હોય તેમ બેખોફ બન્યા છે. વડોદરા શહેરમાં કારેલીબાગ વિસ્તારમાં આવેલા રાત્રિ બજારમાં પણ અસામાજિક તત્વોનો આતંક જોવા મળ્યો છે. મોડીરાત્રીએ તીક્ષ્ણ હથિયાર ધારી અસામાજિક તત્વોએ રાત્રી બજારમાં આતંક મચાવતા નાસભાગ મચી ગઈ હતી.
તીક્ષ્ણ હથિયાર ધારી અસામાજિક તત્વો એ આઈસ્ક્રીમ પાર્લરમાં તોડફોડ કરી હતી. અસામાજિક તત્વોનો આતંક CCTV કેમેરામાં કેદ થયો છે. નાતાલ પર્વને લઈ ખાણીપીણીના રાત્રી બજારમાં મોટી સંખ્યામાં લોકોની ભીડ હતી. તે દરમિયાન જ અસામાજિક તત્વોએ આતંક મચાવતા રાત્રિ બજારમાંના સભાગ મચી ગઈ હતી. બનાવની જાણ થતા જ હરણી પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી. જો કે અસામાજિક તત્વો આતંક મચાવી સ્થળ ઉપરથી નાસી છૂટ્યા હતા. બનાવ અંગે હરણી પોલીસે અસામાજિક તત્વોને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.
(12:56 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
