<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 26th December 2024

ગાઢ ધૂમ્મસના આવરણોથી ઘેરાયુ સુરત:ગુલાબી ઠંડી સાથે સમગ્ર જિલ્લામાં ધુમ્મસભર્યું વાતાવરણ

ગુલાબી ઠંડી વચ્ચે ધૂમ્મસભર્યા વાતાવરણના કારણે વિઝેબિલિટી ઘટતા વાહન ચાલકોને સવારે લાઇટ ચાલુ રાખી વાહનો હંકારવા પડ્યા

સુરત શહેર અને જિલ્લામાં ગાઢ ધૂમ્મસના આવરણો છવાયા છે. ગુલાબી ઠંડી વચ્ચે ધૂમ્મસભર્યા વાતાવરણના કારણે વિઝેબિલિટી ઘટતા વાહન ચાલકોને સવારે લાઇટ ચાલુ રાખી વાહનો હંકારવા પડ્યા હતા. આજથી ત્રણ દિવસ સુરત શહેર સહિત રાજ્યમાં કેટલાક ભાગોમાં કમોસમી વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.

હાલમાં શિયાળાની ઋતુ ચાલી રહી છે અને થોડા દિવસો સુરત જિલ્લામાં ગુલાબી ઠંડી પડી રહી છે એવામાં સુરત ગ્રામ્ય વિસ્તારમાં આજે વહેલી સવારે ધુમ્મસભર્યું વાતાવરણ જોવા મળ્યું હતું. ધુમ્મસની ચાદર છવાઇ જતાં હિલ સ્ટેશન જેવો માહોલ જોવા મળ્યો હતો. સુરત જિલ્લામાં કીમ, માંગરોળ, માંડવી સહિતના વિસ્તારોમાં ધુમ્મસ છવાયું હતું.

વહેલી સવારે ધુમ્મસભર્યું વાતાવરણ હોય વાહન ચાલકોને થોડી હાલાકી પડી હતી. ધુમ્મસભર્યા વાતાવરણને લઈને વિઝીબલીટી ઓછી જોવા મળી હતી જેને લઈને વાહન ચાલકોને પોતાના વાહનોની લાઈટ ચાલુ રાખીને વાહન હંકારતા નજરે ચડ્યા હતા.

(1:18 PM IST)