<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 26th December 2024

સુરતના ગોડાદરા વિસ્તારમાં ગેસ લીકેજ થતા વિકરાળ આગ લાગી :3 લોકો ગંભીર રીતે દાઝયા

ખોદકામ દરમિયાન ગેસ લાઈન લીકેજ થતા આ દુર્ઘટના બની દુકાન તેમજ તેની અંદર રહેલા માલસામાનને પણ ભારે નુકસાન

સુરતના ગોડાદરા વિસ્તારમાં ગેસ લીકેજ થતા અચાનક વિકરાળ આગ લાગી હતી અને આ આગમાં ત્રણ લોકો ગંભીર રીતે દાઝયા હતા ખોદકામ દરમિયાન ગેસ લાઈન લીકેજ થતા આ દુર્ઘટના બની હતી ઘટનાની જાણ થતાની સાથે જ આસપાસ લોકોના ટોળેટોળા ઉમટી પડયા હતા અને આગને કાબુમાં લેવા માટે પ્રયાસ કરવામાં આવ્યો હતો.દુકાન તેમજ તેની અંદર રહેલા માલસામાનને પણ ભારે નુકસાન થયું હતુ.

(1:45 PM IST)