<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 26th December 2024

નાના અને સીમાંત ખેડૂતોની આજીવિકામાં મોટું પરિવર્તન

બનાસ ખેડૂત ઉત્‍પાદન કંપની રિલાયન્‍સ ફાઉન્‍ડેશનના માર્ગદર્શનમાં

(મુકુંદ બદીયાણી) જામનગરઃ પાટણ જિલ્લાના રાધનપુરના ખેડૂતોના જીવનધોરણ અને આજીવિકામાં છેલ્લા આઠ વર્ષ કરતાં વધુ સમયથી સતત સુધારો જોવા મળી રહ્યો છે. આનું એક ખાસ કારણ રિલાયન્‍સ ફાઉન્‍ડેશનના માર્ગદર્શનમાં, કાર્યરત બનાસ ખેડૂત ઉત્‍પાદન કંપનીની (એફપીસી) ઉપસ્‍થિત હોવાનું યાદીમા઼ જણાવાયું છે.

બનાસ એફપીસીની યાત્રા એવું ઉદાહરણ પૂરૂં પાડે છે કે કેવી રીતે ખેડૂત જૂથો ગ્રમીણ પરિવર્તન સર્વસમાવેશક વૃદ્ધિ અને ખેડૂત સશકતીકરણને આગળ વધારી શકે છે. તેની સફળતા કૃષિને મજબૂત કરવા અને મજબૂત કૃષિ સમુદાયોના નિર્માણ માટે એક ઉદાહરણની ગરજ સારે છે. તાજેતરમાં બનાસને એકસેસ ડેવલપમેન્‍ટ સર્વિસિસ દ્વારા એફપીઓ ઓફ ધ યર માટે પ્રતિષ્‍ઠિત ‘એફપીઓ ઇમ્‍પેકટ એવોર્ડ ર૦ર૪' એનાયત કરવામાં આવ્‍યો હતો. આ સન્‍માન નાના અને સીમાંત ખેડૂતોની આજીવિકા વધારવામાં બનાસ એફપીસીની પરિવર્તનકારી ભૂમિકાને ઉજાગર કરતું હોવાનું અંતમાં જણાવાયું છે.

(3:14 PM IST)