<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 26th December 2024

રાજ્યમાં જીરાનો સૌથી ઉંચો ભાવ મહુવામાં 4901 રૂપિયા બોલાયો : જાણો અન્ય 23 માર્કટિંગ યાર્ડમાં શું ભાવ રહ્યો? : જુઓ સંપૂર્ણં યાદી

ગુજરાતની 23 માર્કેટિંગ યાર્ડમાં કુલ 716.72 ટન જીરાની આવક થઇ: જાણો કયા માર્કેટ યાર્ડમાં કેટલા ટન જીરાની આવક

અમદાવાદ; ગુજરાતની 23 માર્કેટિંગ યાર્ડમાં કુલ 716.72 ટન જીરાની આવક થઇ છે. રાજ્યમાં જીરાનો સૌથી ઉંચો ભાવ મહુવા માર્કેટિંગ યાર્ડમાં 4901 રૂપિયા બોલાયો છે. ઉંઝા માર્કેટિંગ યાર્ડમાં ઉંચો ભાવ 4804 રૂ. અને નીચો ભાવ 4100 રૂપિયા બોલાયો હતો. આ ઉપરાંત ગોંડલમાં 4641 રૂ., રાજકોટમાં 4570 રૂ., રાધનપુરમાં 4550 રૂ., વાવમાં 4540 રૂ., વાંકાનેરમાં 4521 રૂ., હારીજમાં 4500 રૂપિયા ભાવ બોલાયો હતો.

કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયની કોમોડિટીની દૈનિક વિગતો દર્શાવતી વેબસાઈટ અનુસાર ગુજરાતમાં વિવિધ માર્કેટિંગ યાર્ડમાં જીરાની કુલ 716.72 ટન આવક થઇ છે.

(6:58 PM IST)