News of Thursday, 26th December 2024
સુરતના ગોડાદરામાં ગેસ લાઈનમાં ભંગાણ સર્જાતા આગ ભભૂકી : 6 દુકાનો બળીને ખાખ:4 લોકો દાઝ્યા
ખોદકામ વખતે ગેસની લાઈનમાં ભંગાણ સર્જાતા લાગેલી આગમાં નજીકમાં આવેલી દુકાનો અને એક પરિવાર ઝપેટમાં આવી ગયા

સુરતના ગોડાદરા સુપર સિનેમા પાસે ખોદકામ દરમિયાન ગેસ લાઈનમાં ભંગાણ સર્જાતા આગ ભભૂકી ઉઠી હતી. આગ પ્રસરી જતાં ત્યાં આવેલી 6 જેટલી દુકાનો આગની ઝપેટમાં આવી ગયી હતી, તેમજ ત્યાં રહેણાક વિસ્તાર હોય એક જ પરિવારના બે બાળકો સહિત 4 લોકો દાઝી ગયા હતા.
બીજી તરફ બનાવની જાણ થતાં ગેસ કંપનીનાઅધિકારીઓ અને ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો. જ્યારે આ ઘટનામાં ચાર લોકો દાજી ગયા હતા તેઓને સારવાર રહેશે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, સુરતના ગોડાદરા વિસ્તારમાં સુપર સિનેમાની પાસે ખોદકામની કામગીરી ચાલી રહી હતી. આ દરમિયાન ત્યાંથી પસાર થતી ગુજરાત ગેસની લાઈનમાં ભંગાણ સર્જાયું હતું. જે બાદ ગેસ લીકેજ થતા આગ ભભૂકી ઊઠી હતી. આ આગે મોટું સ્વરૂપ ધારણ કરી લેતા ત્યાં આવેલી 6 જેટલી દુકાનો આગની ઝપેટમાં આવી ગઈ હતી.
આ ઉપરાંત દુકાનની ઉપર લોકો રહેતા હોય તેઓ પણ ગભરાઈ ગયા હતા. આ ઘટનામાં એક જ પરિવારના બે બાળકો સહિત ચાર લોકો દાજી ગયા હતા. પતિ પત્ની અને તેમની 4 વર્ષની દીકરી અને 1 વર્ષનો દીકરો દાઝી ગયો હતો. તેઓને સારવાર અર્થે 108ની મદદથી સ્મીમેર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા
આ બનાવની જાણ થતાં ગુજરાત ગેસ કંપનીના અધિકારીઓ અને ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. ગુજરાત ગેસ કંપનીના અધિકારીઓએ તાત્કાલિક ગેસ લાઇનને બંધ કરી હતી અને બાદમાં ફાયર વિભાગની ટીમે પાણીનો મારો ચલાવી ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવી લીધો હતો.
આ આગના કારણે 6 જેટલી દુકાનો નુકસાન પહોંચ્યું હતું જેમાં બે મોબાઈલની કટલરી અને કપડાની દુકાનો હતી, જેના પરિણામે દુકાનદારને મોટું નુકસાન થયું છે. અહીં સ્થાનિકો દ્વારા રસ્તા પર આડશ કરીને વિરોધ પણ વ્યક્ત કરવામાં આવ્યો હતો.
(7:45 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
