<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 26th December 2024

છોટાઉદેપુર, નર્મદા, ડાંગ અને તાપી સહિતના જિલ્લામાં ભારે પવન સાથે કમોસમી વરસાદની શક્યતા

આગામી 48 કલાક બાદ રાજ્યના લઘુત્તમ તાપમાનમાં 3 ડિગ્રી સુધીનો ઘટાડો આવી શકે

અમદાવાદ : ગુજરાતમાં બે ત્રણ દિવસથી ધૂમ્મસભર્યુ અને વાદળછાયું વાતાવરણ રહ્યું છે. આજે સાંજે અમદાવાદના વાતાવરણમાં પલટો આવ્યો હતો અને કેટલાક ભાગોમાં કમોસમી વરસાદ વરસ્યો હતો. હવામાન વિભાગે આવતીકાલે ઉત્તર અને મધ્ય ગુજરાતમાં ભારે પવન સાથે વરસાદની શક્યતા વ્યક્ત કરી છે. આગામી 48 કલાક બાદ રાજ્યના લઘુત્તમ તાપમાનમાં 3 ડિગ્રી સુધીનો ઘટાડો આવી શકે છે.લઘુત્તમ અને મહત્તમ તાપમાનમાં વધારો થતાં ઠંડીનો ચમકારો ઘટ્યો છે. નલિયા 9.8 ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ઠંડુ શહેર રહ્યું છે.

27 ડિસેમ્બરે છોટાઉદેપુર, નર્મદા, ડાંગ અને તાપીમાં 40થી 50 કિ.મી.ની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલ, દાહોદ, મહિસાગર, આણંદ, વડોદરા, ભરૂચ, સુરત, નવસારી, વલસાડમાં 30થી 40 કિ.મી.ની ઝડપે પવન ફૂંકાઈ શકે છે.

27 ડિસેમ્બરે બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલ, દાહોદ, મહિસાગર, છોટા ઉદેપુર, નર્મદા, ડાંગ, વલસાડ, તાપી, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, કચ્છમાં કમોસમી વરસાદની શક્યતા છે. 28 ડિસેમ્બરે વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલ, દાહોદ, મહિસાગર અને આણંદ, જૂનાગઢ, રાજકોટ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, કચ્છમાં માવઠાની શક્યતા છે. 29 ડિસેમ્બરે છોટાઉદેપુર, નર્મદા, ડાંગ, અમરેલી અને
ભાવનગરમાં વરસાદની શક્યતા છે.

 

આજે રાજ્યમાં નોંધાયેલા મહત્તમ તાપમાનની વાત કરીએ તો વડોદરામાં 30.6 ડિગ્રી, સુરતમા 29.8, મહુવામાં 29.6, વલ્લભ વિદ્યાનગરમાં 27.9, અમદાવાદમાં 27.6, ગાંધીનગરમાં 27.4, રાજકોટમાં 27.4, અમરેલીમાં 27, ભાવનગરમાં 27, પોરબંદરમાં 26.5, વેરાવળમાં 26.4, કેશોદમાં 26.4, સુરેન્દ્રનગરમાં 25.7, ડીસામાં 25.4, દ્વારકામાં 24.8, નલિયામાં 24, કંડલા પોર્ટમાં 23.9, ઓખામાં 23.7 અને ભુજમાં 23.3 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું હતું.

 

ગત રાત્રે નોંધાયેલા લઘુત્તમ તાપમાનની વાત કરીએ તો નલિયામાં 9.8 ડિગ્રી, ભુજમાં 10.9, રાજકોટમાં 11, કેશોદમાં 12.7, અમરેલીમાં 13.6, વલ્લભ વિદ્યાનગરમાં 14.4, પોરબંદરમાં 14.6, કંડલા પોર્ટમાં 14.8, ડીસામાં 15.3, સુરેન્દ્રનગરમાં 15.4, મહુવામાં 15.5, વેરાવળમાં 15.8, દ્વારકામાં 16.4, ભાવનગરમાં 17, ઓખામાં 17.6, સુરતમાં 18.4, અમદાવાદમાં 18.6, વડોદરામાં 19 લઘુત્તમ તાપમાન નોંધાયું હતું.

(8:50 PM IST)