News of Thursday, 26th December 2024
નાંદોદ તાલુકા કૉંગ્રેસ દ્વારા ઝઘડિયામાં શ્રમિક પરિવારની દુષ્કર્મ બાદ મૃત્યુ પામેલ બાળકી ને શ્રદ્ધાંજલિ અપાઈ

( ભરત શાહ દ્વારા ) નર્મદા :ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકામાં જીઆઈડીસીની અંદર શ્રમિક પરિવારની ૧૦ વર્ષની માસૂમ બાળકી પર દુષ્કર્મ કરી અત્યંત ક્રૂર કૃત્ય કર્યું અને બાળકીને જીવ ગુમાવવો પડ્યો તેની આત્માની શાંતિ માટે નાંદોદ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા મૌન પાડી કેન્ડલ માર્ચ કરી બાળકી ની આત્માં માટે ઇશ્વરને પ્રાર્થના કરી. શ્રદ્ધાંજલિ આપ હત્યારાને ફાંસી ની સજા થાય એવી માંગ કરી હતી
આ શ્રદ્ધાંજલિમાં નાંદોદ ના પૂર્વ ધારાસભ્ય પીડી વસાવા, નર્મદા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રફુલ પટેલ, નાંદોદ તાલુકા કૉંગ્રેસ પ્રમુખ પ્રકાશ વસાવા, રાજપીપલા શહેર પ્રમુખ માલવ બારોટ , તાલુકા કૉંગ્રેસ સેવાદળ પ્રમુખ પ્રતિક વસાવા, જિલ્લા મહામંત્રી હંમેશ વસાવા, નગર પાલીકા પૂર્વ સદસ્ય ડૉ. કમલ ચૌહાણ, પૂર્વ નગરપાલીકા પ્રમૂખ મહેશ વસાવા, જિલ્લા મંત્રી મુકેશ વસાવા પૂર્વ યુથ પ્રમુખ વાસુદેવ વસાવા સહિતનાં આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.
(9:41 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
