<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 26th December 2024

પોતાની રોજીરોટીએ જીવ છીનાવ્યો:તિલકવાડાના નમારીયા ગામે દરજી કામ કરતા વ્યક્તિનું સિલાઈ મશીન પર કરંટ લાગતા મોત

આધેડ વ્યક્તિ દરજી કામ કરતા હોય રાત્રે પોતાના ઘરે મશીન કર કપડા સિવતા કરંટ લાગ્યો

(ભરત શાહ દ્વારા )નર્મદા :નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકામાં આવેલાં નમારીયા ગામમાં દરજી કામ કરતા વ્યક્તિને કરંટ લાગતા તેમનું મોત નિપજ્યું હતું

   મળતી વિગતો અનુસાર નગીનભાઈ ઉમેદભાઈ બારીયા (રહે, નમારીયા) નાઓએ પોલીસ ને જાણ કર્યા મુજબ મરનાર ગણપતભાઈ શીવાભાઈ બારીયા (ઉ.વ.૫૭) ધંધો. દરજીકામ (રહે.નમારીયા તા.તિલકવાડા જી.નર્મદા) નાઓ તારીખ. ૨૫/૧૨/૨૦૨૪ ના રાત્રીના સાડા આઠેક વાગ્યાના અરસામા પોતાના ઘરે કપડા સીવવાના સંચા ઉપર કપડા સીવતા હતા તે વખતે વીજ કરંટ લાગતા તેઓને સારવાર માટે ૧૦૮ એમ્બ્યુલન્સમાં તિલકવાડા સરકારી દવાખાનામાં લઇ આવેલા અને ડૉક્ટર સાહેબે તપાસ કરતા તેમને મૃત જાહેર કરતા તિલકવાડા પોલીસે અકસ્માત મોત દાખલ કરી છે

(9:41 PM IST)